Ahmedabad : ધોળકા વટામણ હાઇવે પર ટેન્કરની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત
- ધોળકા હાઇવે પર ટેન્કરની ટક્કરે 35 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત : રસ્તો ક્રોસ કરતા દુર્ઘટના
- અમદાવાદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત : નવા શાકમાર્કેટ સામે ટેન્કરથી નરેશભાઈનું કમકમાટીભર્યું અવસાન
- વટામણ હાઇવે પર પગપાળા યુવાનને ટેન્કરે કચડ્યો : મુજપરના નરેશભાઈનું ઘટના સ્થળે મોત
- ધોળકા : શાકમાર્કેટ પાસે ઝડપી ટેન્કરની લાપરવાહીથી યુવાને ગુમાવ્યો જીવ – પરિવારમાં શોકની લહેર
Ahmedabad : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વટામણ હાઇવે પર એક ગમખ્વાર દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે. નવા શાકમાર્કેટની સામે જ ટેન્કરનીચે આવી જતા 35 વર્ષીય યુવાન નરેશભાઈ પલજીભાઈ ડાભીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં રસ્તો ક્રોસ કરવાના પ્રયાસમાં આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળે છે, જે ગુજરાતમાં વધતા રસ્તા અકસ્માતોની ચિંતાજનક સમસ્યાએ ફરી એકવાર યુવકનો જીવ લીધો છે.
Ahmedabad ના અનેક વિસ્તારો બ્લેક સ્પોર્ટ
ઘટના આજે વહેલી સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે નરેશભાઈ પોતાના ગામ મુજપરથી ધોળકા તરફ જઈ રહ્યા હતા. વટામણ હાઇવે પર નવા શાકમાર્કેટની સામે પહોંચતાં તેઓ રસ્તો ક્રોસ કરવા જઈ રહ્યા હતા, ત્યારે અમદાવાદ તરફથી આવતું એક ઝડપી ટેન્કરે અચાનક તેમને ટક્કર મારી દીધી હતી. આ ટક્કર પછી નરેશભાઈ ટેન્કર નીચે આવી ગયા હતા. જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકો અને શાકમાર્કેટના વેપારીઓએ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યા, પરંતુ પહોંચતા પહેલાં જ નરેશભાઈનું અવસાન થઈ ગયું હતું.
Ahmedabad માં વધુ એક આશાસ્પદ યુવકનું મોત
ઘટનાની માહિતી મળતાં ધોળકા ટાઉન પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી અને તપાસની કાર્યવાહી હાથ ધરી. પોલીસે પાછળથી ટેન્કર ચાલકને ઝડપી લીધો છે, જેનું નામ અને વધુ વિગતો હજુ જાહેર થયી નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટેન્કર અમદાવાદથી ધોળકા તરફ જઈ રહ્યો હતો. પોલીસે સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે અને ટ્રાફિક પોલીસની મદદથી હાઇવે પર ટ્રાફિક જામ દૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે ટેન્કરને સીઝ કરી લીધું છે અને ડ્રાઇવર વિરુદ્ધ લાપરવાહીથી મોત હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં CCTV ફૂટેજ અને વાહનના ડ્રાઇવિંગ રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- ભાવ ન મળતા એક ખેડૂતે ડૂંગળી ફ્રિમા આપવાનું શરૂ કર્યું તો એક ખેડૂતે કેળાના પાક ઉપર ફેરવ્યું JCB