Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ, ફાયર NOC રિન્યુ ન કરતા કાર્યવાહી

Ahmedabad ની સ્વામી વિવેકાનંદ કોલેજને AMC દ્વારા વહેલી સવારે સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી ફાયર NOC રિન્યુ ન કરવા અને વપરાશ પરવાનગી ન હોવાને કારણે કરાઈ છે. કોલેજને વારંવાર નોટિસ આપવામાં આવી હતી, છતાં બેદરકારી જણાતા કડક પગલું લેવાયું છે. આ પગલાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે.
ahmedabad  સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ  ફાયર noc રિન્યુ ન કરતા કાર્યવાહી
Advertisement
  • Ahmedabad ની સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ
  • AMC એ વહેલી સવારે કાર્યવાહી કરી
  • ફાયર NOC અને વપરાશ પરવાનગી ન હોવાને કારણે કરાઈ સીલ
  • ફાયર NOC રિન્યુ ન કરતા કોલેજ ને અપાઈ હતી અનેક નોટિસ

Ahmedabad College Seal:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે વહેલી સવારે એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના શૈક્ષણિક જગતમાં હડકંપ મચાવતી આ ઘટનામાં શહેરની જાણીતી સ્વામી વિવેકાનંદ કોલેજ (Swami Vivekananda College) ને સીલ કરી દેવામાં આવી છે. ફાયર સેફ્ટીની જોગવાઈઓનું ઉલ્લંઘન અને બિલ્ડિંગ માટે જરૂરી વપરાશ પરવાનગી ન હોવાના ગંભીર કારણોસર AMCના સત્તાધીશોએ આ પગલું ભર્યું છે.

Ahmedabad: NOC રિન્યુ કરવામાં આવ્યું નથી

પ્રાપ્ત માહિતી અનુસાર AMC ની ટીમે આજે સવારે કોલેજ સંકુલ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. કોલેજ શરૂ થાય તે પહેલા જ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઓછી અગવડ પડે. કોલેજ દ્વારા લાંબા સમયથી ફાયર સેફ્ટી માટે જરૂરી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રિન્યુ કરવામાં આવ્યું ન હતું. એટલું જ નહીં, બિલ્ડિંગના ઉપયોગ માટેની વપરાશ પરવાનગી પણ કોલેજ પાસે ઉપલબ્ધ નહોતી.

Advertisement

Advertisement

વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ

કોલેજ સીલ થવાના કારણે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સત્ર અને પરીક્ષાઓ પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. કોલેજ મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે NOC મેળવીને વહીવટી કાર્યવાહી પૂર્ણ કરવી પડશે, નહીં તો વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.

આ પણ વાંચોઃ Valsad: રાજસ્થાન બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલ મયંક પટેલને અપાયું ગાર્ડ ઓફ ઓનર

Tags :
Advertisement

.

×