AI ના જનકની ગંભીર આગાહી, ટેક્નોલોજી સ્માર્ટ થશે, માનવ લુપ્તપ્રાય બનશે
- AI અને માનવ વચ્ચે સ્પર્ધાત્મક પરિસ્થિતીઓની આગાહી
- એઆઇ દિવસેને દિવસે સ્માર્ટ થતું જશે
- બાળકને લલચાવવા ચોકલેટની જેમ એઆઇ પણ યુઝર્સ જોડે વર્તશે
Tech : AI ના ગોડફાધર જેફરી હિંટન (AI Godfather Geoffrey Hinton) ની ભવિષ્યવાણીથી આખી દુનિયાના લોકો ચિંતિત છે. આ ઉપરાંત, તેમણે ટેક કંપનીઓના અભિગમ પર પણ સવાલ ઉઠાવ્યા છે. નોબેલ પુરસ્કાર વિજેતા કમ્પ્યુટર વૈજ્ઞાનિકે કહ્યું કે, જો AI માં 10 થી 20 ટકા પણ ફેરફાર થયો, તો માણસો દુનિયામાંથી ખતમ થઈ જવા (The World Will End) સુધીની પરિસ્થિતીઓ સર્જાઇ શકે છે. AI મનુષ્યો પર પ્રભુત્વ મેળવી શકે છે, જેના કારણે માનવતા જોખમમાં મુકાઈ શકે છે.
શું માણસો નાશ પામશે !
જેફરી હિંટન (AI Godfather Geoffrey Hinton) નોબેલ પુરસ્કાર વિજેતા હોવાની સાથે ગુગલના પૂર્વ કર્મચારી પણ રહી ચૂક્યા છે. અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે AI વિશે એક આગાહી કરી હતી અને કહ્યું હતું કે, કેટલીક ટેકનોલોજી કંપનીઓ ઇચ્છે છે કે, AI મનુષ્યો પર પ્રભુત્વ મેળવે (AI Overrule Humans), જે ભવિષ્યમાં ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે તેમ પણ કહ્યું કે, ટેક કંપનીઓ જે વિચારે છે, તે કામ કદી નહીં થાય, AI દિવસેને દિવસે આપણા કરતા વધુ સ્માર્ટ બની રહ્યું છે.
રસ્તો મેળવવા માટે લલચાવે
AI 4 કોન્ફરન્સમાં, તેમણે (AI Godfather Geoffrey Hinton) ચેતવણી આપી હતી કે, AI મનુષ્યોને નિયંત્રિત કરવા માંગે છે. જો ભવિષ્યમાં આવું થાય, તો તે મનુષ્યો માટે મોટો ખતરો બની શકે છે. ઉદાહરણ આપતાં, તેમણે સમજાવ્યું કે, જેમ પુખ્ત વયના લોકો 3 વર્ષના બાળકોને કેન્ડી આપીને પોતાનો રસ્તો મેળવવા માટે લલચાવે છે, તેવી જ રીતે ભવિષ્યમાં AI સિસ્ટમ્સ પણ મનુષ્યોને પોતાનો રસ્તો મેળવવા માટે છેતરપિંડી કરી શકે છે.
માનવો માટે સમસ્યા
હિંટને (AI Godfather Geoffrey Hinton) આનાથી બચવાના રસ્તા વિશે પણ જણાવતા કહ્યું કે, AI મોડેલોમાં માતૃત્વની ભાવના વિકસાવવી જોઈએ, જેથી તેઓ મનુષ્યોની સંભાળ રાખી શકે. જો ટેક કંપનીઓ આ નહીં કરે, તો આવનારું ભવિષ્ય માનવ લુપ્ત થવાની શરૂઆત બની શકે છે. દિવસેને દિવસે ટેકનોલોજી વધુ મજબૂત અને સારી થતી જશે, અને આ માનવો માટે સમસ્યા તરીકે ઊભી કરી શકે છે.
AI માં માતૃત્વની ભાવના વિકસિત કરો
AI ના પિતાએ (AI Godfather Geoffrey Hinton) કહ્યું કે, તેઓએ ટૂંક સમયમાં બે નાના લક્ષ્યો નક્કી કર્યા છે, જો તે સ્માર્ટ હશે તો તે ભવિષ્યમાં પણ જીવંત રહેવા માંગશે અને બીજું તે વધુ નિયંત્રણ ઇચ્છશે. તેથી, જો AI માં માતૃત્વની ભાવના વિકસિત થશે, તો તે તેના પોતાના બાળકોની જેમ માનવોની પણ સંભાળ રાખશે. બાળકોની સંભાળ રાખવા માટે તેમનામાં સામાજિક દબાણ પણ હશે, જેના કારણે માનવતા બચાવી શકાય છે, તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો ---- BE 6 Batman Edition કાર ખરીદવા પૈસા અને નસીબ બંને જોઇશે, જાણો શું છે ખાસ


