Air India Express લઇને આવ્યું 'Freedom Sale', ટ્રેનની ટિકિટના ખર્ચમાં થશે હવાઇ સફર
- એર ઇન્ડિયા એક્સપ્રેસ કમાલની ઓફર લઇને આવ્યું છે
- ગ્રાહકોને ટ્રેનની ટિકિટના ખર્ચમાં હવાઇ સફરનો લ્હાવો મળશે
- માર્ચ - 2026 સુધીના બુકીંગ પર મળશે આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ
Air India Express : રવિવારે એર ઇન્ડિયા એક્સપ્રેસે (Air India Express) ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે 'ફ્રીડમ સેલ'ની (Freedom Sale - 2025) જાહેરાત કરી હતી. આ સેલ હેઠળ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ (Domestic And International Route) પર લગભગ 50 લાખ સીટો ઉપલબ્ધ થશે, જેની શરૂઆતની કિંમત ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટેની કિંમત રૂ. 1,279 અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે રૂ. 4,279 છે. એરલાઇન કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 ઓગસ્ટ, 2025 થી 31 માર્ચ, 2026 સુધીની મુસાફરી માટે આ સેલ હેઠળ બુકિંગ 15 ઓગસ્ટ સુધી ખુલ્લું છે.
5 million seats on offer this #FreedomSale! 🎉Celebrate the freedom to explore and create #MeaningfulConnections.
💺 Domestic fares from ₹1279
🌏 International fares from ₹4279
📅 Book by 15 Aug 2025 and travel till 31 Mar 2026#FlyAsYouAre and unlock member-exclusive perks… pic.twitter.com/6LLeBefKZO— Air India Express (@AirIndiaX) August 9, 2025
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે રૂ. 4,279 ચૂકવવા પડશે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ભાડું રૂ. 1,279 થી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે રૂ. 4,279 થી શરૂ થઈ રહ્યું છે. આ સેલ 10 ઓગસ્ટથી ફક્ત એરલાઇન કંપનીની વેબસાઇટ અને એર ઇન્ડિયા એક્સપ્રેસની એપ પર જ ઉપલબ્ધ રહેશે. તે જ સમયે, 11 થી 15 ઓગસ્ટ સુધી તે તમામ મુખ્ય બુકિંગ ચેનલો પર પણ ઉપલબ્ધ રહેશે. આ ઓફર હેઠળ, 19 ઓગસ્ટ 2025 થી 31 માર્ચ 2026 સુધી મુસાફરી કરી શકાય છે."
ઈન્ડિગોએ પણ એક સેલ લોન્ચ કર્યો હતો
અગાઉ, ઈન્ડિગોએ તેની ૧૯મી વર્ષગાંઠના ખાસ પ્રસંગે 'હેપ્પી ઈન્ડિગો ડે સેલ' લોન્ચ કર્યો હતો. બુકિંગ ૩ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ૦૦:૦૧ થી ૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ૨૩:૫૯ સુધી ખુલ્લું હતું. આ સેલ ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીની મુસાફરી માટે માન્ય છે. ઈન્ડિગોનો આ ખાસ સેલ તેના ગ્રાહકો સાથે આ પ્રસંગની ઉજવણી કરવાનો અને વર્ષોથી તેમના સતત સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ હતો.
આ પણ વાંચો ---- Gold Price Today: રક્ષાબંધન બાદ સોનાના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો આજનો લેટેસ્ટ રેટ


