ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GoFirst ની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ, ઓપરેશનલ કારણોસર લેવાયો નિર્ણય

ગો ફર્સ્ટ ફ્લાઈટ્સની મુશ્કેલીનો અંત જ આવી નથી રહ્યો. એરલાઇન્સે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને જણાવ્યું છે કે, ઓપરેશનલ કારણોસર, 19મી મે 2023 સુધીની ગો ફર્સ્ટ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી...
03:26 PM May 10, 2023 IST | Dhruv Parmar
ગો ફર્સ્ટ ફ્લાઈટ્સની મુશ્કેલીનો અંત જ આવી નથી રહ્યો. એરલાઇન્સે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને જણાવ્યું છે કે, ઓપરેશનલ કારણોસર, 19મી મે 2023 સુધીની ગો ફર્સ્ટ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી...

ગો ફર્સ્ટ ફ્લાઈટ્સની મુશ્કેલીનો અંત જ આવી નથી રહ્યો. એરલાઇન્સે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને જણાવ્યું છે કે, ઓપરેશનલ કારણોસર, 19મી મે 2023 સુધીની ગો ફર્સ્ટ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી આપી છે. એરલાઈન્સે કહ્યું છે કે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોને માહિતી આપતાં વાડિયા ગ્રુપની કંપનીએ કહ્યું કે રદ થયેલી ફ્લાઇટમાં ટિકિટનું રિફંડ પહેલાની જેમ જ પ્રક્રિયાના આધારે આપવામાં આવશે.

GoFirstએ જણાવ્યું હતું કે તેણે સમસ્યાના ઝડપી નિરાકરણ અને ઓપરેશનલ રિઝોલ્યુશન માટે અરજી કરી છે. ફ્લાઇટ બુકિંગની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગો ફર્સ્ટ એ કોઈપણ પ્રકારની માહિતી માટે https://bit.ly/42ab9la લિંક શેર કરી છે. જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી અથવા સમસ્યા માટે તમે અહીં સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો : GPSC પરીક્ષા મામલે હાઇકોર્ટમાં સુનાવણી, અરજદારોને મેઈન્સ પરીક્ષા આપવા કર્યો હુકમ

Tags :
Businessflightsgofirstoperational reasons
Next Article