Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pushpa 2 એ હિન્દીમાં રૂ. 700 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની

Allu Arjun Pushpa 2 : Allu Arjun ની આજરોજ ફરી એકવાર પૂછતાછ કરી
pushpa 2 એ હિન્દીમાં રૂ  700 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની
Advertisement
  • ભારતમાં 1000 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ચૂકી છે
  • 19 માં દિવસે તે 700 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ
  • Allu Arjun ની આજરોજ ફરી એકવાર પૂછતાછ કરી

Allu Arjun Pushpa 2 : Allu Arjun ની Pushpa 2 દેશભરના થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 19 દિવસ વીતી ગયા છે, પરંતુ Pushpa 2 એક પછી એક નવા રેકોર્ડ બનાવવી રહી છે. Allu Arjun ની આ મેગા-બ્લોકબસ્ટર ફિલ્મે હિન્દી ભાષામાં જ 704.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હિન્દી બોક્સ ઓફિસ પર આવું કરનારી આ પહેલી ફિલ્મ બની છે.

ભારતમાં 1000 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ચૂકી છે

Pushpa 2 એ રિલીઝના ત્રીજા સોમવારે પણ ડબલ ડિજિટની કમાણી કરી છે. 19 માં દિવસે Pushpa 2 નું કલેક્શન 11.75 કરોડ રૂપિયા રહ્યું છે. હિન્દી બેલ્ટમાં 700 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ભારતમાં 1000 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ચૂકી છે. વિશ્વભરમાં 1500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે.

Advertisement

આ પણ વાંચો: Aishwarya Rai ના પહેરવેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી, જુઓ Video

Advertisement

19 માં દિવસે તે 700 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ

Pushpa 2 ની આ ઐતિહાસિક સફળતાની જાહેરાત કરતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે X પર લખ્યું, 700 નોટઆઉટ, Pushpa 2 એ ઇતિહાસ રચ્યો છે. 19 માં દિવસે તે 700 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. તેણે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી સાથે Pushpa 2 પણ તેની રેકોર્ડ બ્રેકિંગ દોડ ચાલુ રાખશે.

Allu Arjunની આજરોજ ફરી એકવાર પૂછતાછ કરી

બીજી તરફ Allu Arjun ને પોલીસે આજે 24 મી ડિસેમ્બરે સંધ્યા થિયેટર કેસ માટે બોલાવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉ Allu Arjun ને થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં Allu Arjun ને જામીન મળી ગયા હતા. આ ચાલી રહેલા વિવાદ વચ્ચે Pushpa 2 એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

આ પણ વાંચો: Shyam Benegal ને અંતિમ વિદાય આપવા કલાકારોની જનમેદની ઉમટી પડી

Tags :
Advertisement

.

×