અલ્લુ અર્જૂન આખી રાત જેલમાં નીચે જ પડ્યો રહ્યો, પોલીસે આપેલું ભોજન પણ ન ખાધુ પણ...
- Allu Arjun આખી રાત ફર્શ પર જ સુઇ રહ્યો
- પોલીસ દ્વારા અપાયેલું ભોજન પણ તેણે ખાવાનો ઇન્કાર કર્યો
- અલ્લુ અર્જુનને જેલમાં કેદી નંબર 7697 આપવામાં આવ્યો
Allu Arjun : પુષ્પા-2 ના હીરો અલ્લૂ અર્જૂનની જેલમાંથી મુક્તિ થઇ ચુકી છે. કાલ તેમને એક નિચલી કોર્ટ દ્વારા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. જો કે તેલંગાણા હાઇકોર્ટ દ્વારા તેમને જામીન આપી દેવામાં આવી હતી. કોર્ટના આદેશ સમયે નહીં પહોંચતા અલ્લુ અર્જુનને જેલમાં જ રાત વિતાવવી પડી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેમને જેલમાંકોઇ જ વીઆઇપી ટ્રીટમેન્ટ અપાઇ નહોતી. તેમની સાથે એક સામાન્ય કેદી જેવું જ વર્તન કરવામાં આવ્યું હતું. તેમને જેલમાં જમીન પર જ સુઇને રાત વિતાવવી પડી હતી.
અલ્લુ અર્જુનને કેદીનંબર 7697 મળ્યો
સુત્રો અનુસાર તેમનો કેદી નંબર 7697 હતો. તે આખી રાત જેલમાં જમીન પર જ સુઇ રહ્યા હતા. ભોજન લીધું નહોતું. છુટ્યા બાદ ઘરે પહોંચીને અલ્લુ અર્જુને કહ્યું કે તે કાયદાનું સન્માન કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમને શુક્રવારે તેમના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી હતી. નિચલી કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. હાઇકોર્ટે 50 હજાર રૂપિયાના જાત જામીન પર વચગાળાના જામીન આપ્યા હતા. આ મામલે 25 જાન્યુઆરીએ સુનાવણી થશે.
આ પણ વાંચો : LIVE: Parliament Live Updates : આર્ટિકલ 370 દેશની એકતામાં અવરોધ હતો, તેથી અમે તેને દફનાવી દીધી - PM મોદી
અલ્લુના વકીલે લગાવ્યા ગંભીર આક્ષેપ
અલ્લુ અર્જુનના વકીલ અશોક રેડ્ડીએ ચંચલગુડા જેલની બહાર મીડિયાને જણાવ્યું કે, તેમને મુક્ત કરી દેવાયા છે. જોકે તેમણે આરોપ લગાવ્યો કે, જેલ અધિકારીઓએ હાઇકોર્ટના આદેશ પ્રત્યે મળવા છતા અલ્લુ અર્જૂનને મુક્ત નહોતા કર્યા.
મુક્તિમાં મોડુ થવા પર ભડક્યા વકીલ
રેડ્ડીએ કહ્યું કે, તમને સરકાર અને વિભાગને પુછવું જોઇએ કે તેમને આરોપીને મુક્ત કેમ ન કર્યો. હાઇકોર્ટનો આદેશ ખુબ જ સ્પષ્ટ હતો. જેવું જેલના અધિકારીઓને આદેશ પ્રાપ્ત થાય,તુરંત જ મુક્ત કરવામાં આવે. સ્પષ્ટ આદેશ છતા તેમને મુક્ત નહોતા કરવામાં આવે, તેમને જવાબ આપવો પડશે. આ એક બિનકાયદેસર કસ્ટડી છે. અમે કાયદેસર પગલા ઉઠાવીશું.
આ પણ વાંચો : Allu Arjun ને જેલમાં રાતવાસો આ કારણોથી કરવો પડ્યો હતો
શું છે સમગ્ર મામલો ?
અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્લૂ અર્જૂનને તેમની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલના પ્રીમિયર દરમિયાન એક મહિલાની મોતના મામલે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. ન્યાયીક કસ્ટડીના આદેશ બાદ તેને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચંચલગુડા જેલ મોકલી દેવાયો હતો. ચાર ડિસેમ્બરે રાત્રે અભિનાની એક ઝલક મેળવવા માટે મોટા પ્રમાણમાં પ્રશંસકો સંધ્યા થિયેટરમાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભાગદોડ મચવાના કારણે 35 વર્ષીય મહિલા રેવતીનું મોત થઇ ગયું અને તેમનો 8 વર્ષનો બાળક ઘાયલ થઇ ગયો હતો.
25 જાન્યુઆરી સુધી રાહત
હૈદરાબાદ પોલીસે મહિલાના પરિવાર દ્વારા દાખલ ફરિયાદના આધારે અલ્લુ અર્જુન તેમની સુરક્ષા ટીમ અને થિયેટર પ્રબંધનની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલ 105 અને 118 હેઠળ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. અલ્લુ અર્જુનને 11 ડિસેમ્બરે તેલંગાણા હાઇકોર્ટનો દરવાજો ખટખટાવીને મહિલાના મોત અંગે તેમની વિરુદ્ધ દાખલ ફરિયાદ રદ્દ કરવાની અપીલ કરી હતી. હાઇકોર્ટે તેને ચાર અઠવાડીયાના વચગાળાની જામીન આપી અને આ મામલે આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2025 સુધી અટકાવી દીધી.
આ પણ વાંચો : હિજાબ વિના ગાવું ઈરાની ગાયિકા Parastoo Ahmadi ને મોંઘું પડ્યું


