ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AMARNATH YATRA માટે શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો રવાના, સુરક્ષા વ્યવસ્થાની સરાહના

AMARNATH YATRA : બાબા બર્ફાનીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છે. તેમણે સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી છે
01:53 PM Jul 03, 2025 IST | PARTH PANDYA
AMARNATH YATRA : બાબા બર્ફાનીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છે. તેમણે સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી છે

AMARNATH YATRA : 36 દિવસ સુધી ચાલનાર અમરનાથ યાત્રા (AMARNATH YATRA) માટે ગુરુવારે (THURSDAY) જમ્મુ (JAMMU) થી શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ ઘાટી માટે જવ રવાના થયો છે. બીજા બેચમાં 5246 યાત્રાળુઓનો સમાવેશ થાય છે, જેમને કડક સુરક્ષા વચ્ચે જમ્મુના કેનાલ રોડ પર ભગવતી નગરથી ઘાટી તરફ મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ યાત્રાળુઓમાંથી 1993 મુસાફરો બાલતાલ બેઝ કેમ્પ જઈ રહ્યા છે, જ્યારે 3253 પહલગામ બેઝ કેમ્પ જઈ રહ્યા છે.

'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ' ના નારા લગાવ્યા

યાત્રિકો 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ' ના નારા લગાવતા આગળ વધ્યા છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છે. તેમણે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી છે. આ તકે યાત્રાળુઓએ ભારતીય સેનામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

જવાનો ખૂબ જ સરળતાથી ભગવતી નગર લઈ ગયા

ભક્તોએ કહ્યું કે, સેનાના જવાનો અમને ખૂબ જ સારી રીતે ભગવતી નગર લઈ ગયા છે. કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ ખૂબ સારી છે. બીજા જૂથમાં, કેટલાક યાત્રાળુઓ એવા પણ છે જે પહેલી વાર અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છે. તેમણે સુરક્ષાની સાથે અહીંની સુવિધાઓની પણ પ્રશંસા કરી છે.

તેઓ ખૂબ ખુશ છે, સરકારે સારી વ્યવસ્થા કરી છે

ભક્તોએ વાતચીતમાં જણાવ્યું કે, તેઓ ખૂબ ખુશ છે, સરકારે સારી વ્યવસ્થા કરી છે. એક ભક્તે કહ્યું કે, તે 2019 થી સતત અમરનાથ યાત્રા માટે અહીં આવે છે. આ વખતે ખરેખર સારું લાગે છે. સરકારે સારી વ્યવસ્થા કરી છે. સરકારની પ્રશંસા કરતા એક મહિલાએ કહ્યું કે, અહીંની વ્યવસ્થા જોઈને મને ખૂબ આનંદ થયો છે.

સંવેદનશીલ સમયમાં પણ ભક્તો આ યાત્રા માટે આવતા હતા

એક ભક્તે કહ્યું કે, "સંવેદનશીલ સમયમાં, જ્યારે આતંકવાદી હુમલા થતા હતા, ત્યારે પણ ભક્તો આ યાત્રા માટે આવતા હતા. હવે ભક્તો અહીં કોઈ પણ ભય વગર આવી રહ્યા છે." અન્યએ કહ્યું કે, "પહેલાની અને હવેની યાત્રામાં ઘણો ફરક છે. અહીં બે થી ત્રણ ગણા વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. પહેલાની સરખામણીમાં અહીં ચાર ગણી વધુ સુવિધાઓ ઉપલબ્ધ છે."

9 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના દિવસે સમાપ્તી

યાત્રાળુઓને સૂચન આપવામાં આવ્યું છે કે, તેઓ જમ્મુથી ખીણ સુધી ફક્ત સુરક્ષા કાફલા સાથે જ મુસાફરી કરે અને એકલા બહાર ના જાય. અમરનાથ યાત્રા 36 દિવસ સુધી ચાલશે અને આ વખતે તે 9 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.

આ પણ વાંચો --- EKADASHI 2025 : દેવપોઢી એકાદશી પર લક્ષ્મી માતાના આશિર્વાદ મેળવવા આટલું જરૂર કરો

Tags :
2025aheadAmarnathdeploymentDevoteesgoingGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsheavylotofsecondSecuritywithYatra
Next Article