Ambaji : 'ભાદરવી મહામેળો 2025' ની તારીખો જાહેર, પૂરજોશમાં તૈયારીઓ શરૂ
- ભદરવી પૂનમનાં મહામેળાને લઈ કલેક્ટર મીહિર પટેલના અધ્યક્ષસ્થાને મળી બેઠક (Ambaji)
- આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન માં અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે
- અરવલ્લીની ગિરિમાળાઓમાં જગદંબા માં અંબેનાં ભક્તિભર્યા સૂરો ગૂંજી ઉઠશે
- ભાદરવી પૂનમનાં મહામેળાનાં સુચારું આયોજન અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
Ambaji : અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું (Bhadarvi Poonam Maha Mela 2025) આયોજન કરવામાં આવશે. આ મહામેળાની તૈયારીઓનાં ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર (Palanpur) કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાદરવી પૂનમ મહામેળાને લઈ શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થાઓ, સુરક્ષા બંદોબસ્ત સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Guru Purnima 2025 : ગુરુનાં માર્ગદર્શનથી જ ભગવત પ્રાપ્તિનું લક્ષ્ય સરળ બને છે : સાધુ પ્રેમવત્સલદાસજી
જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
અંબાજીમાં (Ambaji) ભાદરવી મહામેળાને પગલે આવનારા દિવસોમાં 'બોલ મારી અંબે, જય જય અંબે' નો નાદ સાંભળવા મળશે. આથી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલે (Mihir Patel) મેળાની તૈયારીઓનો લાભ છેવાડાનાં પદયાત્રી સુધી પહોંચે તે માટે સૂચનાઓ આવ્યા હતા. દર વર્ષે લાખોની સંખ્યામાં માઈભક્તો આ મેળામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી વિવિધ સુવિધાઓમાં વધારો કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો - Vadodara Bridge Collapse : મંત્રી રાઘવજી પટેલે દુઃખ વ્યક્ત કર્યુ, પણ સાથે જ આપ્યું આશ્ચર્યજનક નિવેદન!
ભદરવી પૂનમના મહામેળાને લઈ કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક
આગામી 1થી 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે
અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુંજી ઉઠશે મા અંબેનો જયકાર
મહામેળાના આયોજન અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
યાત્રિકોની સલામતી, સ્વચ્છતા, પાણી સહિતની વ્યવસ્થા માટે થશે આયોજન… pic.twitter.com/CwYCjzdIjK— Gujarat First (@GujaratFirst) July 10, 2025
શ્રદ્ધાળુઓ માટે બસ, રોકાણ, ભોજન, સ્વચ્છતા, સુરક્ષા પર વિશેષ ધ્યાન અપાશે
ભાદરવી પૂનમનાં મહામેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા અને કાયદો-વ્યવસ્થા પર વિશેષ ધ્યાન અપાશે. સાથે જ ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા અને સુરક્ષા-સલામતીની વ્યવસ્થા અંગે પણ વિશેષ ધ્યાન અપાશે. આ મિટિંગમાં અંબાજી મંદિરનાં ચેરમેન મિહિર પટેલ, બનાસકાંઠા જિલ્લા (Banaskantha) પોલીસ વડા અક્ષય રાજ, અંબાજી મંદિરનાં વહીવટદાર કૌશિક મોદી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત,અંબાજી
આ પણ વાંચો - VADODARA : મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીની સૌથી મોટી કાર્યવાહી


