ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambaji Sakthipeeth : અંબાજી શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીમાં સોનાનું 29 લાખ રુપિયાનું દાન આવ્યું

Ambaji Sakthipeeth : 9 એપ્રિલ થી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji Sakthipeeth) ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે.અંબાજી મંદિરમાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે...
03:46 PM Apr 15, 2024 IST | Vipul Pandya
Ambaji Sakthipeeth : 9 એપ્રિલ થી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji Sakthipeeth) ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે.અંબાજી મંદિરમાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે...
AMBAJI

Ambaji Sakthipeeth : 9 એપ્રિલ થી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી (Ambaji Sakthipeeth) ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે.અંબાજી મંદિરમાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળ્યા હતા. ચૈત્રી નવરાત્રીના સાતમા નોરતે પણ ભકતો વહેલી સવારથી જ માતાજીની મંગળા આરતીમાં જોડાયા હતા. લાંબી લાંબી લાઈનો મંદિરમાં જોવા મળી હતી.અંબાજી મંદિરમા ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શન સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાત દિવસમાં ભક્તોએ 29 લાખ કરતા વધુ સોનાનું અને લગડીનુ આપ્યું છે.

ભક્તોએ કુલ 3 અન્નકૂટ કર્યા

સાંજના સમયે અંબાજી મંદિરનો નજારો સુંદર જોવા મળે છે. મંદિરના ચાચર ચોકમાં ભક્તો બેસીને માની ભક્તિ કરતા અને માની આરાધના કરતા જોવા મળે છે.ચૈત્રી નવરાત્રી દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી ભક્તો શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે સમગ્ર મંદિર પરિસર મા ની ભક્તિથી ગુંજી ઉઠતુ હોય છે. અંબાજી મંદિરમાં એકમથી સાતમ સુધી અલગ અલગ ભક્તોએ કુલ 3 અન્નકૂટ કર્યા હતા.માતાજીને અલગ અલગ પ્રકારની મીઠાઈ પણ ધરાવવામાં આવી હતી. ભટ્ટજી મહારાજ દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. જે દિવસે અન્નકુટ હોય તે દિવસે સવારે બપોરે અને સાંજે માતાજીની આરતી કરવામાં આવે છે.

ભકતોએ 7 દિવસમાં 29 લાખ કરતા વધુ સોનુ અને લગડી દાન આપ્યું

ચૈત્રી નવરાત્રીમાં ભક્તોએ અંદાજે 29 લાખની કિંમતનુ સોના, લગડીનું દાન આપ્યુ. એકમથી સાતમ સુધી અલગ અલગ ભક્તોએ અલગ અલગ દાન આપ્યું.જેમાં 368 ગ્રામ લગડી અને સોનાનુ દાન કર્યુ , જેની કિંમત 26 લાખ 74 હજાર 900 રૂપિયા છે. જ્યારે 38.46 ગ્રામ સોનાના દાગીના ભેટ આપ્યા ,જેની કિંમત 2 લાખ 49 હજાર 500 રૂપિયા અને કુલ 406.46 ગ્રામ લગડી દાગીના ભેટ સ્વરૂપે આવ્યા.જેની કુલ કિંમત ₹29 લાખ 24 હજાર 400 રૂપિયા થાય છે.ચૈત્રી નવરાત્રીમાં પણ ભક્તો મા અંબા ના મંદિરમાં દિલ ખોલીને દાન આપી રહ્યા છે.

અહેવાલ----શક્તિસિંહ રાજપુત,અંબાજી

આ પણ વાંચો----- Ambaji : સાતમાં નોરતે પણ માઈભક્તોનું ઘોડાપુર, રંગબેરંગી લાઇટોથી મંદિર જગમગી ઊઠ્યું

આ પણ વાંચો----- Chaitri Navratri : છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજાનું મહત્ત્વ, પાવાગઢમાં મળસ્કે દ્વાર ખુલતાં ભક્તોનું ઘોડાપુર

આ પણ વાંચો---- Chaitra Navratri: 5માં દિવસે આ મંત્રો સાથે કરો પૂજા, તમને મળશે સ્કંદમાતાના આશીર્વાદ

 

Tags :
AmbajiAmbaji SakthipeethChaitri NavratriChaitri Navratri 2024dharm bhaktidonationGoldGujarat
Next Article