Ahmedabad: આ છે સાબરમતીની સફાઈ પડી ગયા ફોટો અને વહેવા લાગ્યા ગટરના પાણી
- AMC દ્વારા સાબરમતી નદીનું સફાઈ અભિયાન
- સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન વચ્ચે પણ પ્રદૂષણ માફિયા બેફામ
- વાડજ મેટ્રો બ્રિજને નીચે 3 નાળામાં છોડવામાં આવ્યું ગટરનું પાણી
- સાબરમતી નદીમાં ગટરના પાણી છોડી કરે છે પ્રદૂષિત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ સાબરમતી મહા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. આ શ્રમદાન કાર્યક્રમમાં અમદાવાદ મહાનગર પાલિકાના મેયર સહિત અન્ય પદાધિકારીઓ દ્વારા ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.
મનપાના પદાધિકારીઓને માત્ર ફોટા પડાવવામાં જ રસ
પરંતું સાબરમતી નદીનાં એક છેડે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે રિવરફ્રન્ટ ભાગમાં હજુ પણ ગટરનું પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. લોકોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી હતી કે, મહાનગર પાલિકાના પદાધિકારીઓ માત્ર ફોટા પડાવવામાં જ રસ છે. એક તરફ સાબરમતી નદીને સ્વચ્છ સાબરમતી મહા અભિયાન શરૂ કર્યું છે. તો બીજી તરફ ગટરનું ગંદુ પાણી નાળા મારફતે છોડવામાં આવતા આવા લોકો સામે કાર્યવાહી ક્યારે થશે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રમદાન કર્યું
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તા. 15 મે થી 5 જૂન સુધી સાબરમતી નદીનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે 5 જૂન સુધી ચાલનારા આ સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ તેમજ AMC ની ટીમ પણ હાજર હતી. તેમજ NGO ઉપરાંત AMC ની ટીમ પણ નદીની સફાઈ કરી રહી છે. અત્યાર સુધીમાં 446 મેટ્રિક ટન વધુ કચરો કાઢવામાં આવ્યો હતો. 57 હજારથી વધુ સફાઈ કર્મીઓ આ અભિયાનમાં જોડાયા હતા. 2019 માં સાબરમતી નદીને સાફ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Rajkot: કુવાડવાની જામગઢ ગામે યુવકની હત્યાનો મામલો, પરિવારના આંતરિક ઝઘડામાં કરી હત્યા
3 નાળા છોડવામાં આવી રહ્યું છે ગટરનું પાણી
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 15 મે થી 5 જૂન દરમ્યાન ચાલનારા સફાઈ અભિયાનમાં એએમસીનાં પદાધિકારીઓ તેમજ ભાજપના ધારાસભ્યો સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ સફાઈ અભિયાન અને બીજી તરફ અમદાવાદ રિવરફ્રન્ટ ભાગમાં હજુ પણ ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓને માત્ર ફોટા પડાવવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વાડજ મેટ્રો બ્રિજને નીચે 3 નાળાઓ મારફતે ગટરનું ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એક છેડે સફાઈ તો બીજી છેડે પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃVadodra : વરસાદી ગટરની કામગીરીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આક્ષેપ