Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America : ફ્રિજમાંથી મળી આવી મોડેલની લાશ, મોબાઈલ ફોન પર મળી આવ્યું હતું એલર્ટ, પરંતુ...

31 વર્ષની અમેરિકન મોડલ મેલિસા મૂની (Melisa Moony)ની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મેલિસાનો મૃતદેહ તેના જ ઘરના રેફ્રિજરેટરમાંથી મળી આવ્યો હતો. તેના હાથ-પગ બાંધેલા હતા. આ ઘટના લોસ એન્જલસની છે. 12 સપ્ટેમ્બરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો....
america   ફ્રિજમાંથી મળી આવી મોડેલની લાશ  મોબાઈલ ફોન પર મળી આવ્યું હતું એલર્ટ  પરંતુ
Advertisement

31 વર્ષની અમેરિકન મોડલ મેલિસા મૂની (Melisa Moony)ની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મેલિસાનો મૃતદેહ તેના જ ઘરના રેફ્રિજરેટરમાંથી મળી આવ્યો હતો. તેના હાથ-પગ બાંધેલા હતા. આ ઘટના લોસ એન્જલસની છે. 12 સપ્ટેમ્બરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હત્યા પહેલા મેલિસા પર હુમલો કરવામાં આવ્યો હતો. મોડેલ બે માસની ગર્ભવતી પણ હતી. તેના ચહેરા, માથા, પીઠ અને ડાબા હાથ પર ઊંડી ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

ટોક્સિકોલોજીના પરિણામોમાં તેના શરીરમાં બેન્ઝોઈલેકગોનાઈન તેમજ કોકેઈથીલીન અને ઈથેનોલની માત્રા મળી આવી છે. જો કે મૃત્યુ કયા સંજોગોમાં થયું તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તેના શરીર પરના ઇજાઓ દર્શાવે છે કે મૃત્યુ પહેલા તેને માર મારવામાં આવ્યો હતો. મેલિસાની બહેનનો દાવો છે કે મૃત્યુ સમયે તે બે મહિનાની ગર્ભવતી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે મેલિસાના આઈક્લાઉડ પર એક એલર્ટ પણ મળી આવ્યું હતું, જે દર્શાવે છે કે કોઈ તેના ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યું છે.

Advertisement

એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે, મેલિસાની બહેન અને મોડલ જોર્ડિન પૌલિને કહ્યું કે હું કલ્પના પણ કરી શકતી નથી કે મારી બહેન પર શું પસાર થયું હશે અને તે વિશે વિચારીને મને દુઃખ થાય છે.

Advertisement

આ પણ વાંચો : ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં એલોન મસ્કની એન્ટ્રી,ગાઝામાં કરશે આ કામ!

Tags :
Advertisement

.

×