અમેરિકાએ કતારને આપી સુરક્ષાની ગેરંટી, ઇઝરાયેલ હુમલો કરશે તો USના સૈનિક જવાબી કાર્યવાહી કરશે
- Trump Signs Executive Order: કતારની સુરક્ષા કરશે અમેરિકા
- ટ્રમ્પે કતારની સુરક્ષા માટે એક કાર્યકારી આદેશ પર સહીં કરી
- દુહા હુમલા મામલે ઇઝરાયેલે કતારની માફી માંગી હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારની સુરક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. તેમણે એક કાર્યકારી આદેશ (Executive Order) પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અમેરિકા કતારની જમીન અને તેની સલામતીની સંપૂર્ણ સુરક્ષા કરશે. આ આદેશ હેઠળ કતાર પરના હુમલાનો જવાબ આપવા માટે લશ્કરી કાર્યવાહી પણ કરવામાં આવશે.
Trump Signs Executive Order: ટ્રમ્પે કતારે આપી સુરક્ષાની મોટી ગેરંટી
આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે તાજેતરમાં ઇઝરાયેલે કતાર પર હુમલો કર્યો હતો, જેમાં કતારના સુરક્ષા દળના એક જવાન સહિત છ લોકો માર્યા ગયા હતા. વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર સોમવારે જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે કતાર વિરુદ્ધ કોઈપણ હુમલો અમેરિકા તેની પોતાની સુરક્ષા અને શાંતિ માટેનું જોખમ ગણશે. જો હુમલો થાય તો અમેરિકા રાજદ્વારી, આર્થિક અને જરૂરી હોય તો સૈન્ય કાર્યવાહી કરીને કતાર અને પોતાના હિતોની રક્ષા કરશે.આ હસ્તાક્ષર થયા તે પહેલાં, વૉશિંગ્ટનમાં ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને કતારના અધિકારીઓ વચ્ચે વાતચીત કરાવી હતી, જ્યાં નેતન્યાહૂએ કતાર પર થયેલા હુમલા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.
Trump Signs Executive Order: ટ્રમ્પે કાર્યકારી આદેશ પર કર્યા હસ્તાક્ષર
કતાર લાંબા સમયથી અમેરિકાનું મહત્ત્વપૂર્ણ સૈન્ય સહયોગી રહ્યું છે. મધ્ય પૂર્વમાં અમેરિકાનું સેન્ટ્રલ કમાન્ડ કતારના અલ-ઉદીદ એરબેઝ પરથી સંચાલિત થાય છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને 2022માં કતારને બિન-નાટો સહયોગી (Non-NATO Ally) નો દરજ્જો પણ આપ્યો હતો. પ્રાકૃતિક ગેસના વિશાળ ભંડારને કારણે કતાર ઊર્જા ક્ષેત્રે પણ મોટી શક્તિ છે.જોકે, અમેરિકી બંધારણ મુજબ આંતરરાષ્ટ્રીય સંધિઓને સિનેટની મંજૂરીની જરૂર હોય છે. તેથી, ટ્રમ્પના આ કાર્યકારી આદેશની વાસ્તવિક કાયદેસરતા અને તાકાત અંગે કાયદાકીય સવાલો હજુ પણ યથાવત્ છે.
આ હુમલા બાદ ખાડી ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. સાઉદી અરબે પણ પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર કર્યા છે, જેના હેઠળ પાકિસ્તાનનું પરમાણુ સુરક્ષા છત્ર હવે રિયાદ પર પણ લાગુ થશે. વિશ્લેષકો માને છે કે અન્ય ખાડી દેશો પણ હવે ઇઝરાયેલ અને ઈરાનના ખતરા સામે અમેરિકા પાસેથી આવી જ ગેરંટીની માંગ કરી શકે છે.
આ પણ વાંચો: PoKમાં પાકિસ્તાની સેના અને સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શન, અત્યાર સુધી 8 લોકોના મોત,50થી વધુ ઘાયલ


