ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

America : ભારતીય મૂળના કાશ પટેલ FBI ડિરેક્ટર બન્યા, યુએસ સેનેટની મંજૂરી મળી

44 વર્ષીય કાશ પટેલ FBI ના વડા બનનારા પ્રથમ ભારતીય અમેરિકન બન્યા
09:44 AM Feb 21, 2025 IST | SANJAY
44 વર્ષીય કાશ પટેલ FBI ના વડા બનનારા પ્રથમ ભારતીય અમેરિકન બન્યા
FBI USA @ GujaratFirst

FBI kash patel : યુએસ સેનેટે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના નવા ડિરેક્ટર તરીકે કાશ પટેલને મંજૂરી આપી છે. આ સાથે, 44 વર્ષીય પટેલ FBI ના વડા બનનારા પ્રથમ ભારતીય અમેરિકન બન્યા છે. એક અહેવાલ પ્રમાણે કાશ પટેલને 51/49 મતો સાથે સેનેટની મંજૂરી મળી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નવમા ડિરેક્ટર તરીકે કાશ પટેલની નિમણૂકની પુષ્ટિ કરવા માટે કમિશન પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસે X પર પોસ્ટ કર્યું હતું કે, FBI ડિરેક્ટર તરીકે કાશ પટેલની પુષ્ટિ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અખંડિતતા પુનઃસ્થાપિત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવાના એજન્ડાને અમલમાં મૂકવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. એફબીઆઈ અમેરિકન લોકોની સેવા કરશે અને તેના મુખ્ય મિશન પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરશે.

કાશ પટેલ ટ્રમ્પના વફાદાર સમર્થક છે

કાશ પટેલને ટ્રમ્પના વફાદાર સમર્થક માનવામાં આવે છે અને તેમણે તેમના પહેલા કાર્યકાળમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. IANS પ્રમાણે, કાશ પટેલે યુએસ સરકારની અંદર "ડીપ સ્ટેટ" તરીકે વર્ણવેલ તંત્રને નાબૂદ કરવા માટે સક્રિયપણે હિમાયત કરી છે.

ગુજરાતી મૂળનો છે પરિવાર

તમને જણાવી દઈએ કે કાશ પટેલનો જન્મ ન્યૂયોર્કમાં એક ગુજરાતી ઇમિગ્રન્ટ પરિવારમાં થયો હતો. જે 1980 માં પૂર્વ આફ્રિકાથી ક્વીન્સ, ન્યૂયોર્કમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. તેમનો પરિવાર મૂળ વડોદરાનો છે. જોકે, માતાપિતા યુગાન્ડામાં રહેતા હતા. કાશ પટેલ પાસે કાયદાની ડિગ્રી છે અને તેમણે ફ્લોરિડામાં પબ્લિક ડેફેન્સ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તેમણે રાજ્ય અને સંઘીય અદાલતોમાં લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ટ્રમ્પના પાછલા કાર્યકાળમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન કાશ પટેલે પણ મુખ્ય હોદ્દા સંભાળ્યા હતા અને રશિયા તપાસના FBIના સંચાલનની ટીકા કરનારા હાઉસ રિપબ્લિકન સભ્યોમાંના એક હતા. તેમણે ટ્રમ્પના 2016 ના રાષ્ટ્રપતિ અભિયાનની FBI ની તપાસમાં પક્ષપાતનો આરોપ મૂકતા વિવાદાસ્પદ GOP મેમો તૈયાર કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ દસ્તાવેજ, જેને યુએસ મીડિયા દ્વારા "કેશ મેમો" તરીકે ઓળખવામાં આવ્યો હતો, તે રશિયા તપાસની આસપાસના પક્ષપાતી સંઘર્ષમાં વિવાદનો મુખ્ય મુદ્દો બન્યો હતો.

આ પણ વાંચો : Hathras Stampede : ન્યાયિક તપાસ રિપોર્ટમાં ભોલે બાબાને ક્લીનચીટ મળી, ભાગદોડમાં થયા હતા 121 ના મોત

Tags :
AmericaFBI DirectorGujaratFirstindianKash PatelUSA
Next Article