બિહારમાં મતદાન મથક બહાર ભારે બબાલ, રામગઢમાં પોલીસ-ટોળા વચ્ચે હિંસક અથડામણ, ત્રણ પોલીસકર્મી ઘાયલ
Ramgarh Bihar Counting Violence : બિહારમાં મતદાન મથક બહાર ભારે બબાલ
મતગણતરી કેન્દ્ર બહાર પોલીસ અને ટોળા વચ્ચે અથડામણ
ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો
શુક્રવારે બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ( Ramgarh Bihar Counting Violence) દરમિયાન કૈમુર જિલ્લાના રામગઢ વિધાનસભા મતવિસ્તારમાં પરિસ્થિતિ અચાનક વણસી ગઈ હતી. મોહનિયા સ્થિત માર્કેટ કમિટી ખાતેના મત ગણતરી કેન્દ્રની બહાર સવારથી જ ઉમેદવારોના સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ હતી. જોકે, મતોના તફાવતનો અંતિમ રાઉન્ડ ફાઇનલ થતાં જ ભીડ ઉશ્કેરાઈ ગઈ અને પોલીસ તથા સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ. ભીડે પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો,જેમાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હોવાના સમચારા સામે આવી રહ્યા છે.
Ramgarh Bihar Counting Violence : પોલીસ અને ટોળા વચ્ચે અથડામણ
સ્થળ પર હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, અથડામણ દરમિયાન ત્રણ પોલીસકર્મીઓને માથામાં ઈજા થઈ હતી. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો હતો, જેના જવાબમાં સમર્થકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તણાવ એટલો વધી ગયો કે સમર્થકો સુરક્ષા બેરિકેડ તોડીને મત ગણતરી કેન્દ્રના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા, ત્યારબાદ પોલીસે તેમને વિખેરવા માટે કાર્યવાહી કરી.
Ramgarh Bihar Counting Violence : કાઉન્ટિંગ સેન્ટર બહાર વાહનમાં આગચંપી
આ અરાજકતા વચ્ચે, કેટલાક ઉશ્કેરાયેલા સમર્થકોએ મ્યુનિસિપલ હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ ઓફિસરની સ્કોર્પિયો કારમાં આગ લગાવી દીધી હતી. આગને કારણે નાસભાગ મચી ગઈ અને પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા.
આ સમગ્ર તણાવનું મૂળ રામગઢ બેઠક પરના અત્યંત નજીકના મુકાબલામાં હતું. ભાજપના ઉમેદવાર અશોક કુમાર સિંહ અને બસપાના ઉમેદવાર સતીશ કુમાર યાદવ વચ્ચે માત્ર ૧૭૫ મતોનો સામાન્ય તફાવત જોવા મળી રહ્યો હતો, જેના કારણે દિવસભર તણાવપૂર્ણ વાતાવરણ રહ્યું હતું અને હજારો સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.વહીવટકર્તાઓએ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે. હાલમાં, મતગણતરી કેન્દ્રની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને અધિકારીઓએ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.


