Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિપોરજોયના સંકટ વચ્ચે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાત

બિપોરજોય વાવાઝોડું સમય જતા ખતરનાક બનતું જઇ રહ્યું છે. તેની અસર હાલમાં મુંબઈમાં જોવા મળી રહી છે. મુંબઈમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતમાં આ વાવાઝોડું ગમે ત્યારે પણ ત્રાટકી શકે તેવી શક્યતાઓ છે, જેને લઇને રાજ્ય સરકાર...
બિપોરજોયના સંકટ વચ્ચે pm મોદીએ cm ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાત
Advertisement

બિપોરજોય વાવાઝોડું સમય જતા ખતરનાક બનતું જઇ રહ્યું છે. તેની અસર હાલમાં મુંબઈમાં જોવા મળી રહી છે. મુંબઈમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતમાં આ વાવાઝોડું ગમે ત્યારે પણ ત્રાટકી શકે તેવી શક્યતાઓ છે, જેને લઇને રાજ્ય સરકાર એક્શનમોડમાં જોવા મળી રહી છે. આ મુદ્દે વડાપ્રધાન મોદીએ આજે ​​બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગુજરાતના જિલ્લા કલેક્ટરો, IMD અને NDRF ના અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હોવાની માહિતી સામે આવી રહી છે.

વાવાઝોડાને જોતા PM મોદીએ આજે ​​બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Advertisement

હવામાન વિભાગનું કહેવું છે કે, હવે આ વાવાઝોડું પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા લાગી છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોને ચેતવણી આપી છે. હવે તે ઝડપથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ શકે છે. આ વાવાઝોડાને જોતા PM મોદીએ આજે ​​બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે અધિકારીઓ સાથે વાવાઝોડાની સ્થિતિ અને દેખરેખ અંગે ચર્ચા કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 15 જુને બિપોરજોય વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જણાવી દઇએ કે, મોરબી જિલ્લાના નવલખી બંદરે હાઇએલર્ટ જાહેર કરાયું છે. 10 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે.

Advertisement

PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાત

ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદરો પર મંગળવારે અને બુધવારે ભયસુચક સિગ્નલ લગાવી દેવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને કારણે દરિયા કિનારાના મોટા ભાગના દરિયા કિનારાના વિસ્તારો પર તંત્ર સંપૂર્ણ એલર્ટ છે. જ્યાં વાવાઝોડાની મહત્તમ અસર વર્તાય તેવા સ્થળો પર ગુજરાત સરકારના મંત્રીઓને જિલ્લાની સોંપણી કરી દેવામાં આવી છે. જેના પગલે ગુજરાત સરકારના મોટા ભાગના મંત્રીઓ હાલ દરિયાઇ પટ્ટીના કિનારાઓ પર સતત નજર રાખી રહ્યા છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. વળી બીજી તરફ વડાપ્રધાન મોદીએ મીટિંગમાંથી જ ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સાથે ટેલિફોનિક વાત કરીને સ્થિતિને તાગ મેળવ્યો હોવાની માહિતી મેળવવામાં આવી રહી છે. ગુજરાત સરકારને તમામ પ્રકારની મદદ માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ, આર્મી, એરફોર્સ સહિતની તમામ પાંખોને શક્ય તેટલી મદદ માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે. ગુજરાતની સાથે તમામ પ્રકારે કેન્દ્ર દ્વારા મદદ માટેની બાંહેધરી આપવામાં આવી છે.

150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગનું કહેવું છે કે, બીપોરજોય 15 જૂન સુધીમાં વિવિધ દરિયાકાંઠે પછડાશે, જે ગંભીર તોફાનમાં ફેરવાશે. આ દરમિયાન 125 થી 130 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વાવાઝોડાની અસરને કારણે ભારે પવન ફૂંકાશે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થશે. તે જ સમયે, વાવાઝોડાને જોતા, રાજ્ય સરકારોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને સ્થાનિક વહીવટીતંત્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં દરિયાની નજીક રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહ્યું છે.

આ પણ વાંચો - બિપોરજોયની મુંબઈમાં અસર, એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરી પણ પ્રભાવિત, વૃક્ષો ધરાશાયી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×