ટેરિફ વોર વચ્ચે Rajnath Singh એ ડોનાલ્ડ ટ્રમ્પ પર કર્યા પરોક્ષ રીતે પ્રહાર, કહ્યું 'કેટલાક લોકો પોતાને બોસ માને છે'
- ટેરિફ વોર વચ્ચે Rajnath Singh એ ડોનાલ્ડ ટ્રમ્પ પર કર્યા પ્રહાર
- મધ્યપ્રદેશના એક કાર્યક્રમમાં રાજનાથ સિંહે કર્યો સંબોઘન
- રાજનાથ સિંહે કહ્યું ભારતને મોટી શક્તિ બનતા કોઇ રોકી શકશે નહીં
ભારતના સંરક્ષણ મંત્રી Rajnath Singh મધ્યપ્રદેશના પ્રવાસે છે. મધ્યપ્રદેશમાં રાજનાથ સિંહે રાયસેનના દશેરા ગ્રાઉન્ડ ખાતે દેશના પ્રથમ રેલ અને મેટ્રો કોચ મેન્યુફેક્ચરિંગ યુનિટ ગ્રીનફિલ્ડ રેલ કોચ મેન્યુફેક્ચરિંગ સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં રાજનાથ સિંહે સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. નામ લીધા વગર તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ પર શાબ્દિક આકરા પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે કેટલાક લોકો પોતાને વિશ્વના બોસ માને છે. કેટલાક લોકોને ભારતનો વિકાસ પસંદ નથી.
VIDEO | Madhya Pradesh: Defence Minister Rajnath Singh (@rajnathsingh) slams the US President over the tariff issue without naming him, saying, “Some ‘boss’ is jealous, unable to accept India’s growth; trying to disrupt the country’s economy."
(Full video available on PTI Videos… pic.twitter.com/D3LLTywnXJ
— Press Trust of India (@PTI_News) August 10, 2025
Rajnath Singh નું નિવેદન 'કેટલાક લોકો પોતાને બોસ માને છે'
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો એવા છે જે ભારતના વિકાસ દરથી ખુશ નથી. તેમને એ ગમતું નથી. 'આપણે બધાના બોસ છીએ', ભારત આટલી ઝડપથી કેવી રીતે વિકાસ કરી રહ્યું છે? અને ઘણા લોકો ભારતમાં બનેલી વસ્તુઓ, ભારતીયોના હાથે બનેલી વસ્તુઓ, તે દેશોમાં બનેલી વસ્તુઓ કરતાં વધુ મોંઘી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી જ્યારે વસ્તુઓ મોંઘી થઈ જાય, ત્યારે દુનિયા તેમને ખરીદે નહીં. આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તેમણે વધુમાં કહ્યું કે ભારત ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે હવે વિશ્વની કોઈ પણ શક્તિ ભારતને વિશ્વની મોટી શક્તિ બનતા રોકી શકશે નહીં.
Rajnath Singh 'સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની નિકાસ વધી રહી છે'
રાજનાથ સિંહે કહ્યું કે જ્યાં સુધી સંરક્ષણ ક્ષેત્રની વાત છે, તમને જાણીને આનંદ થશે કે હવે આપણે 24 હજાર કરોડ રૂપિયાથી વધુની સંરક્ષણ વસ્તુઓની નિકાસ કરી રહ્યા છીએ. આ ભારતની તાકાત છે, આ નવા ભારતનું નવું સંરક્ષણ ક્ષેત્ર છે અને નિકાસ સતત વધી રહી છે.
આ પણ વાંચો: Jammu-Kashmir ના કિશ્તવાડમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ


