Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નિવૃત્તિ અને એક્સટેન્શનની વાતો વચ્ચે DGP Vikas Sahay એ ઘરે જતાં પહેલાં શું કહ્યું ?

સાંજના પોણા સાત વાગ્યા સુધી સરકારે કોઈ પણ હુકમ નહીં કરતા Vikas Sahay એ ઘરે જવા માટે પ્રસ્થાન કર્યું
નિવૃત્તિ અને એક્સટેન્શનની વાતો વચ્ચે dgp vikas sahay એ ઘરે જતાં પહેલાં શું કહ્યું
Advertisement

Gandhinagar : આજે 30 જૂનના રોજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય વય નિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે એક જ ચર્ચા હતી કે, DGP Vikas Sahay ને એક્સટેન્શન મળશે કે Gujarat Police ને નવા ડીજીપી ? તેવી અટકળોએ સોમવારે જોર પકડ્યું હતું. સવારથી જોવા મળતા માહોલ અનુસાર એક તબક્કે વિકાસ સહાયની વિદાય નિશ્ચિત થઈ ગઈ હતી અને કાર્યકારી ડીજી તરીકે નામોની સંભાવનાઓ વ્યક્ત થવા લાગી હતી. આની વચ્ચે બપોરે રાજ્ય પોલીસ વડા Vikas Sahay ને રાજ્ય સરકાર ત્રણ મહિનાનું એક્સટેન્શન આપે છે તેવી વાતો આવવા લાગી. Gujarat Government સાંજે હુકમ કરે તેવી સંભાવનાઓ મીડિયાના માધ્યમોમાં આવવા લાગી. જો કે, સાંજના પોણા સાત વાગ્યા સુધી સરકારે કોઈ પણ હુકમ નહીં કરતા Vikas Sahay એ ઘરે જવા માટે પ્રસ્થાન કર્યું હતું. તેમના પ્રસ્થાન કરવાના નિર્ણય બાદ અન્ય સિનિયર/જુનિયર IPS અધિકારીઓ અને અન્ય કર્મચારીઓએ પણ Police Bhavan Gandhinagar ખાતેથી વિદાય લીધી હતી. આ પહેલાં પોલીસ ભવનના પ્રાંગણમાં વિદાય સમારંભ ટાણે મધુર સૂર રેલાવવા તૈનાત કરાયેલું પોલીસ બેન્ડ પણ રવાના થઈ ગયું હતું.

Advertisement

ગાંધીનગરમાં કેવો રહ્યો ઘટનાક્રમ ?

  • સોમવારે સવારે નિયત સમયે Vikas Sahay પોલીસ ભવન ગાંધીનગર ખાતે આવ્યા.
  • બપોરે બારેક વાગે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા.
  • મુખ્યમંત્રી સાથે પંદરેક મિનિટની મુલાકાત બાદ પોલીસ ભવન પરત ફર્યા.
  • DGP Vikas Sahay એ મળવા આવનારા અન્ય IPS અધિકારીઓને મુલાકાત આપી.
  • બપોરે ત્રણ કલાકે DGP સહાયે વીડિયો કૉન્ફરન્સ થકી IPS અધિકારીઓ સાથે જોડ્યા.
  • વય નિવૃત્તિ થઈ રહેલાં અધિકારીઓએ Vikas Sahay ને શુભેચ્છાઓ આપી.
  • ચાર વાગે વિદાય સમારંભ નિમિત્તે હાઇ ટીનો કાર્યક્રમ રખાયો હતો
  • બપોરે 4.45 વાગે વિકાસ સહાય સ્વાગત ઑનલાઈન કાર્યક્રમ માટે CM પાસે પહોંચ્યા.
  • સાંજે 5.45 વાગે પોલીસ ભવન ખાતે Vikas Sahay પરત ફર્યા.
  • સિનિયર/જુનિયર IPS અધિકારીઓ સહિતનો સ્ટાફ પોલીસ ભવનમાં હાજર.
  • પોણા સાત વાગે પોલીસ બેન્ડ પોલીસ ભવન ખાતેથી રવાના થયું.
  • ડીજીપી સહિતના પોલીસ અધિકારી તેમજ સ્ટાફ પણ એક પછી એક રવાના થયા.
  • મીડીયા કર્મીઓએ વિકાસ સહાયને સવાલ કરતાં કહ્યું, "ઑર્ડર કે લીયે વેઈટ કરો"
  • આવતીકાલે સિનિયર પોલીસ ઑફિસર્સ મેસ ખાતેનો કાર્યક્રમ સ્થગિત રખાયો.

આ પણ  વાંચો -Bhutan Route : ગુનેગારોમાં ભૂતાન રૂટ હૉટ ફેવરિટ, ચકચારી કેસનો આરોપી દુબઇ પહોંચી ગયો

Advertisement

Tags :
Advertisement

.

×