Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DyCM Harsh Sanghvi : 'પટ્ટા પોલિટિક્સ' નાં માહોલ વચ્ચે હર્ષભાઈ સંઘવી વડગામ પહોંચ્યા, ભવ્ય સ્વાગત

રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડગામ, પાલનપુર અને ડીસામાં કરોડોનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. હર્ષભાઈ સંઘવી વડગામમાં લાઈબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે. ઉપરાંત, પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઈન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે અને ડીસામાં રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે. ડિસામાં હર્ષભાઈ સંઘવી સભાને પણ સંબોધિત કરશે.
dycm harsh sanghvi    પટ્ટા પોલિટિક્સ  નાં માહોલ વચ્ચે હર્ષભાઈ સંઘવી વડગામ પહોંચ્યા  ભવ્ય સ્વાગત
Advertisement
  1. DyCM Harsh Sanghvi આજે બનાસકાંઠાની મુલાકાતે
  2. વડગામ, પાલનપુર અને ડીસામાં વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
  3. 27.56 કરોડનાં વિકાસકાર્યોનું હર્ષભાઈ સંઘવી કરશે લોકાર્પણ
  4. હર્ષભાઈ સંઘવી વડગામમાં લાઈબ્રેરી સંકુલને ખુલ્લું મૂકશે
  5. પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઈન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે

Banaskantha : રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghvi) આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડગામ, પાલનપુર અને ડીસામાં કરોડોનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. હર્ષભાઈ સંઘવી વડગામમાં લાઈબ્રેરી સંકુલને (Library Complex in Vadgam) ખુલ્લું મૂકશે. ઉપરાંત, પાલનપુરમાં મલ્ટીપર્પઝ ઈન્ડોર હોલનું ઉદ્ઘાટન કરશે અને ડીસામાં રમતગમત સંકુલને ખુલ્લું મૂકશે. ડિસામાં તેઓ સભાને પણ સંબોધિત કરશે.

આ પણ વાંચો - Surat: કડોદરાની સાડી મીલમાં ગંભીર દુર્ઘટના, મજૂરનો આખો હાથ છૂટો પડી ગયો પછી...!

Advertisement

DyCM Harsh Sanghvi 27.56 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghvi) આજે બનાસકાંઠા જિલ્લામાં વડગામ, પાલનપુર અને ડીસામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. DyCM હર્ષભાઈ સંઘવી રૂપિયા 27.56 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જણાવી દઈએ કે, નાયબ મુખ્યમંત્રી જ્યારે વડગામ પહોંચ્યા ત્યારે બસસ્ટેન્ડથી લઈને સરકારી લાઈબ્રેરી સુધી જવાના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા અને તેમના પર ફૂલોનો વરસાદ કરીને વધાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar: હોસ્પિટલમાં લાગેલી આગને લઈને BMC સફાળુ જાગ્યું, હોસ્પિટલની બહારના નાસ્તા-ચાની લારીઓ હટાવી

વડગામ, પાલનપુર, ડીસામાં વિકાસકાર્યોનું લોકાર્પણ, સભા

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડગામ બાદ પાલનપુર (Palanpur) જશે અને ત્યાં મલ્ટી પર્પજ ઇન્ડોર હોલ અને ત્યાર બાદ ડીસામાં (Deesa) રમતગમત સ્કૂલને ખુલ્લું મુકશે. આ કાર્યક્રમ બાદ ડીસામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સભાને સંબોધિત કરશે. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા અને વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) દ્વારા રાજ્યની બીજેપી સરકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પર સતત આકરા શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વડગામ મુલાકાત ખૂબ જ ચર્ચામાં છે. ડીસાની સભામાં નાયબ મુખ્યમંત્રી શું સંબોધન આપશે તેને લઈને પણ સૌ લોકોમાં ભારે ઉત્સુક્તા છે.

આ પણ વાંચો - Gujarat Bomb threat: ગુજરાત હાઈકોર્ટ તથા ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

Tags :
Advertisement

.

×