Amit Chavda : અમિત ચાવડાના પ્રહાર, કહ્યું- સરકારમાં કમિશન રાજ, લોકોનાં જીવની કિંમત જ નથી..!
- વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર (Amit Chavda)
- સરકારમાં કમિશનનું રાજ ચાલે છે : અમિત ચાવડા
- લોકોનાં જીવની કિંમત ન હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે : અમિત ચાવડા
- ગુજરાત કોંગ્રેસ નેતાઓની દિલ્હી મુલાકાત મુદ્દે અમિત ચાવડાની પ્રતિક્રિયા
- "ગુજરાત કોંગ્રેસનાં નેતાઓની દિલ્હીનાં નેતાઓ સાથે બેઠક થઈ"
Gandhinagar : ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનાને (Vadodara Bridge Collapse) લઈ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં ગુજરાતમાં 21 જેટલા બ્રિજ તૂટ્યા છે. તપાસનાં નામે માત્ર નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી સંતોષ મનાય છે. સરકારમાં કમિશનનું રાજ ચાલે છે. સરકાર જવાબદારીઓમાંથી હાથ ખંખેરી રહી છે. આ સાથે તેમણે કોંગ્રેસ નેતાઓની (Gujarat Congress) દિલ્હી મુલાકાત મુદ્દે પણ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો - Gir Somnath : લાખોના દારૂ મામલામાં પીઆઈ સસ્પેન્ડ, LCB પીએસઆઈ સહિત અન્ય બે સામે કાર્યવાહી
સરકાર જવાબદારીઓમાંથી હાથ ખંખેરી રહી છે : અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે નિવેદન આપીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને સાથે ગંભીર આરોપ પણ લગાવ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, સરકારમાં કમિશનનું રાજ ચાલે છે અને લોકોના જીવની કિંમત ન હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમણે કહ્યું કે, દુર્ઘટનામાં શીખ લેવાના બદલે તપાસના વાયદા કરાઈ રહ્યા છે. સરકાર જવાબદારીઓમાંથી હાથ ખંખેરી રહી છે. તપાસનાં નામે માત્ર માત્ર નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાય છે. અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં ગુજરાતમાં 21 જેટલા બ્રિજ તૂટ્યા છે. ત્યારે આવી દુર્ઘટનાઓમાં સરકારે મોટા અધિકારીઓ અને મંત્રીઓની જવાબદારી ફિક્સ કરવી જોઈએ.
આ પણ વાંચો - Rajkot Lok Mela: સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા
'રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસને લડવા માટે કહ્યું'
ગુજરાત કોંગ્રેસ નેતાઓની (Gujarat Congress) દિલ્હી મુલાકાત મુદ્દે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસનાં નેતાઓની દિલ્હીનાં નેતાઓ સાથે બેઠક થઈ છે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાતના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસને લડવા માટે કહ્યું છે. ટુંક સમયમાં ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને લઈને નિર્ણય લેવાશે. પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ રસ્તા પરની લડાઈ લડાશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ સડકથી સંસદ સુધીની લડાઈ લડશે.
આ પણ વાંચો - Banaskantha : ધાનેરા નગર પાલિકાના જર્જરિત મકાનમાં કર્મચારીઓ અને અરજદારો પર તોળાતો ખતરો