Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Khunt Case : અમિત ખૂંટ કેસમાં પીડિતાની વકીલનો Video સંદેશ, ચોંકાવનારો ખુલાસો કર્યો!

વકીલ ભૂમિકા પટેલે કહ્યું કે, સગીરાની માતાએ પિતા, PI એ.ડી. પરમાર, ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે ફરિયાદ કરી છે.
amit khunt case   અમિત ખૂંટ કેસમાં પીડિતાની વકીલનો video સંદેશ  ચોંકાવનારો ખુલાસો કર્યો
Advertisement

રીબડાનાં યુવક અમિત ખૂંટ કેસમાં નવો ફણગો ફૂટ્યો! (Amit Khunt Case)
વકીલ ભૂમિકા પટેલનો વીડિયો સંદેશ આવ્યો સામે
સગીરાનાં પિતા અને જયરાજસિંહ પર લગાવ્યા ગંભીર આરોપ
સગીરાની માતાએ ફરિયાદ દાખલ કરી છે : વકીલ ભૂમિકા પટેલ
"પિતા, PI એ.ડી. પરમાર, ગણેશ ગોંડલ સામે ફરિયાદ કરી છે"

Amit Khunt Case : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકાના રીબડાનાં (Ribda) યુવક અમિત ખૂંટ કેસમાં ફરી એકવાર નવો ફણગો ફૂટ્યો છે. કેસમાં પીડિતાનાં વકીલ ભૂમિકા પટેલે (Bhumika Patel) વીડિયો સંદેશ થકી સગીરાનાં પિતા અને જયરાજસિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વકીલ ભૂમિકા પટેલે કહ્યું કે, સગીરાની માતાએ પિતા, PI એ.ડી. પરમાર, ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે ફરિયાદ કરી છે. સગીરાનાં પિતાએ માતા અને દીકરીને ધમકીઓ આપી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : બે દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 7 લાખ પડાવ્યા, ભેજાબાજ UP નાં મથુરામાંથી ઝડપાયો

Advertisement

સગીરાની માતાની પતિ, PI પરમાર, ગણેશ ગોંડલ સામે ફરિયાદ : વકીલ ભૂમિકા પટેલ

ગોંડલ તાલુકાનાં (Gondal) રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં (Amit Khunt Case) વકીલ ભૂમિકા પટેલનો (Bhumika Patel) નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમણે સગીરાનાં પિતા અને જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) પર ગંભીર આક્ષેપ કર્યા છે. વકીલ ભૂમિકા પટેલે આરોપ સાથે કહ્યું કે, સગીરાની માતાએ ફરિયાદ દાખલ કરી છે. પોક્સો હેઠળ નોંધાયેલ આ ફરિયાદમાં સગીરાનાં પિતા, પીઆઈ એ.ડી. પરમાર અને ગણેશ ગોંડલ સામે આરોપ કરાયા છે. ફરિયાદમાં આરોપ છે કે મીડિયામાં નિવેદન આપવા મામલે સગીરાનાં પિતાએ માતા અને દીકરીને ધમકી આપી છે.

આ પણ વાંચો - Bhavnagar : જેસર પંથકમાં ખેડૂતે ખાતર ખરીદ્યું, પરંતુ ઘરે આવીને થેલીમાં જોતા ચોંકી ઉઠ્યા!

'મને પણ ધમકી મળે છે કે કોઈ જીવતા નહીં રહીએ'

વકીલ ભૂમિકા પટેલે વીડિયોમાં વધુમાં જણાવ્યું કે, સગીરાનાં પિતાએ ધમકી આપી કે મીડિયામાં નિવેદન આપશો તો જયરાજસિંહ અમિત ખૂંટ અને સગીરાનાં ફોટો વાઇરલ કરી દેશે. આ ફોટા હજું પણ જયરાજસિંહ અને ગણેશ ગોંડલનાં ફોનમાં છે. વકીલ ભૂમિકા પટેલે જણાવ્યું કે, સગીરાનું નિવેદન લેવાનો કોર્ટે હુકમ કર્યો છે. સગીરાનાં પિતાએ જયરાજસિંહ પાસેથી પૈસા લીધા હોવાનું માતાનું નિવેદન છે. વકીલે કહ્યું કે, મને પણ ધમકી મળે છે કે કોઈ જીવતા નહીં રહીએ. સગીરાનાં પિતા અમને પણ ધમકીઓ આપી છે.

આ પણ વાંચો - Rajkot LokMela : ચકડોળે ચડેલા લોકમેળાને લઈ મોટા સમાચાર, રાઇડ્સ સંચાલકોને મોટી રાહત!

Tags :
Advertisement

.

×