ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah : PM મોદી બાદ હવે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત!

PM મોદી બાદ ગુજરાત પ્રવાસે આવશે અમિત શાહ 4 અને 5 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે અમિત શાહ માણસા સ્થિત કૂળદેવી બહુચર માતાના મંદિરે કરશે પૂજા-અર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે ગુજરાતથી ભુવનેશ્વર (Bhubaneswar) જવા રવાના થયા હતા....
05:40 PM Sep 17, 2024 IST | Vipul Sen
PM મોદી બાદ ગુજરાત પ્રવાસે આવશે અમિત શાહ 4 અને 5 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે અમિત શાહ માણસા સ્થિત કૂળદેવી બહુચર માતાના મંદિરે કરશે પૂજા-અર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે ગુજરાતથી ભુવનેશ્વર (Bhubaneswar) જવા રવાના થયા હતા....
સૌજન્ય : Google
  1. PM મોદી બાદ ગુજરાત પ્રવાસે આવશે અમિત શાહ
  2. 4 અને 5 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે અમિત શાહ
  3. માણસા સ્થિત કૂળદેવી બહુચર માતાના મંદિરે કરશે પૂજા-અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે ગુજરાતથી ભુવનેશ્વર (Bhubaneswar) જવા રવાના થયા હતા. પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા. ત્યારે હવે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત આવશે એવા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, અમિત શાહ 4 અને 5 ઓક્ટોબરનાં રોજ ગુજરાત પ્રવાસે આવી શકે છે.

 આ પણ વાંચો - PM Modi's Birthday : વડનગરથી સોમાભાઈ મોદીએ નાના ભાઈને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું ?

4 અને 5 ઓક્ટોબરનાં રોજ ગુજરાત પ્રવાસે આવશે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બાદ હવે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત આવવાના છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, અમિત શાહ 4 અને 5 ઓક્ટોબરનાં રોજ ગુજરાત પ્રવાસે આવશે અને માણસા (Mansa) સ્થિત કૂળદેવી બહુચર માતાના મંદિરે (Bahuchar Mata temple) પૂજા-અર્ચના કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે બહુચર માતાનાં મંદિરે આરતી પણ કરશે.

 આ પણ વાંચો - Junagadh : PM મોદીને લખેલા જવાહર ચાવડાના પત્રે રાજકારણ ગરમાવ્યું! આ નેતા પર કર્યા ગંભીર આક્ષેપ

ગાંધીનગર લોકસભામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

ત્યાર બાદ અમિત શાહ ગાંધીનગર (Gandhinagar) લોકસભામાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. અડાલજ (Adalaj) ખાતે નવનિર્મિત આરોગ્યધામનું લોકાર્પણ પણ કરશે. આ સાથે સંસદીય વિસ્તારોનાં વિકાસકાર્યોમાં પણ હાજરી આપશે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રૂ. 8 હજાર કરોડના વિકાસકાર્યોની ગુજરાતને ભેટ આપી હતી. સાથે જ અમદાવાદનાં (Ahmedabad) GMDC ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધી સરકારનાં ત્રીજા ટર્મનાં પ્રથમ 100 દિવસનાં કાર્યોની માહિતી પણ આપી હતી.

 આ પણ વાંચો - Gir Somnath : તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 સામે Gujctoc હેઠળ મોટી કાર્યવાહી

Tags :
AdalajAhmedabadBahuchar Mata templeBhubaneswarGandhinagarGMDC GROUNDGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMansaPM Modi Birthdaypm narendra modiUnion Home and Cooperation Minister Amit Shah
Next Article