ગૃહમંત્રી Amit Shah ના જન્મદિવસ નિમિત્તે સેવાકિય કાર્યક્રમોનું આયોજન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારી આપ્યા સ્વેટર
- ગૃહમંત્રી Amit Shah ના જન્મદિવસ નિમિત્તે સેવાકિય કાર્યક્રમોનું આયોજન
- ગાંધીનગર ભાજપ દ્વારા સફાઈ કર્મચારીનું ભોજન સમારંભ આયોજન
- રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારી આપ્યા સ્વેટર
- ગૌશાળા ગાયની સેવા, વૃદ્ધાશ્રમ જઈને પણ સેવા કરવામાં આવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah Birthday) જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈ કર્મચારીઓનું સન્માન અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાંધીનગરના ટાગોર હોલ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર મહાનગરની સ્વચ્છતા જાળવતા સફાઈ કર્મચારીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે સેવાકિય કાર્યક્રમોનું આયોજન
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે "નવા વર્ષના પ્રથમ દિવસે, જેમના કામો સેવા કરવાના હોય, તેમની સાથે ઉજવણી કરવી એ ખરા અર્થમાં આનંદની વાત છે. તેમણે ગાંધીનગર ભાજપ દ્વારા આયોજિત સેવાકીય કાર્યોની સરાહના કરી હતી.આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર ભાજપ દ્વારા માત્ર સફાઈકર્મીઓનું સન્માન નહીં પરંતુ ગૌશાળામાં ગાયોની સેવા અને વૃદ્ધાશ્રમ જઈને પણ સેવાના કાર્યો કરવામાં આવ્યા છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારી આપ્યા સ્વેટર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કરવાનો મોકો મળવા બદલ આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગાંધીનગર મહાનગરને સ્વચ્છ અને ચોખ્ખું બનાવનાર આ કર્મયોગીઓ સાથે ભોજન કરવાનો મોકો મળ્યો, જે અમારા માટે ગૌરવની વાત છે." આ સમગ્ર આયોજન સેવા અને સમર્પણના ભાવ સાથે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Paatil એ જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કહ્યું- લોકોની સમૃદ્ધિ અને..!