Amit Shah Gujarat Visit: આનંદીબેન પટેલના પુસ્તક વિમોચન સમારોહમાં લાગણીસભર દ્રશ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસની મુલાકાતમાં આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. તેમાં આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ, તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ આ સાથે જ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે તથા સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ અને નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કર્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે
અમિતભાઈ શાહ આપશે અનેક વિકાસકાર્યોની ભેટ
થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ કરશે લોકાર્પણ
નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ કરશે
સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું કરશે લોકાર્પણ
સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે
નરસિંહ મહેતા સરોવર… pic.twitter.com/tdVWsqgpZK— Gujarat First (@GujaratFirst) December 7, 2025
ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કર્યું
નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટીપ્લોટનું લોકાર્પણ તથા GST ઓવરબ્રિજ નીચે વિકસિત રમતગમત સંકુલની મુલાકાત તેમજ રાણીપમાં જિમ્નેશિયમ અને વાંચનાલયની મુલાકાત લીધી. ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કર્યું. થોડીવારમાં તેએ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખ વરણી મહોત્સવમાં હાજરી આપશે.
આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કરાયું
December 7, 2025 5:37 pm
આનંદીબેન પટેલ જીવન ચરિત્ર પુસ્તકનું વિમોચન કરાયુ. "ચુનૌતીયા મુજે પસંદ હૈ" નામના પુસ્તકનું વિમોચન ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરાયું.
માતાનો સંઘર્ષ યાદ કરી પુત્ર સંજયભાઈ પટેલ થયા ભાવુક
December 7, 2025 5:14 pm
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકના વિમોચન સમારોહમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. આનંદીબેનના સંઘર્ષ અને પરિવારને સાથે રાખીને કરેલી રાજનીતિક કામગીરીને યાદ કરી સંજયભાઈ પટેલની આંખો ભીની થઈ.
આનંદીબેન પટેલના પુસ્તક વિમોચનમાં કિંજલ દવે અને ધ્રુવિન શાહની હાજરી
December 7, 2025 5:04 pm
ગુજરાતના રાજકારણ અને સંગીત જગતની બે મોટી હસ્તીઓ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સાથે જોવા મળી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકના વિમોચન સમારોહમાં લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે અને તેમના ભાવિ પતિ, ગાયક ધ્રુવિન શાહે હાજરી આપી. તેમની સગાઈ બાદ આ તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ હોવાથી તેમની ઉપસ્થિતિએ સૌનું ધ્યાન ખેંચ્યું.
આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કરાશે
December 7, 2025 4:54 pm
ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જીવન ચરિત્ર પુસ્તકનું વિમોચન કરાશે. "ચુનૌતીયા મુજે પસંદ હૈ" નામના પુસ્તકનું વિમોચન કરાશે. દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે આ વિમોનચ કરાશે.
અમદાવાદ ફાયર વિભાગ વધુ મજબૂત, ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્રો એનાયત
December 7, 2025 4:45 pm
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગને વધુ બળ મળ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા નવનિયુક્ત 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.
1500થી વધુ મકાનોનો ડ્રો કરી ચાવી અપાઈ
December 7, 2025 4:41 pm
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત અમદાવાદના પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. નવા વાડજ અને થલતેજ વિસ્તારના 1500થી વધુ ઘરોનો ડ્રો કરવામાં આવ્યો અને લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવી છે.
હવે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુનો વારો છે: ગૃહમંત્રી અમિતભાઈ શાહનો હુંકાર
December 7, 2025 4:34 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શનિવારે ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના આગામી લક્ષ્યો સ્પષ્ટ કર્યા હતા. તેમણે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ભાજપની સફળતાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે આ રાજ્યોમાં વિપક્ષનો 'ખો' નીકળવાનો છે.
કોંગ્રેસનો સફાયો કરી દીધો: અમિતભાઈ શાહ
December 7, 2025 4:06 pm
અમિતભાઈ શાહે કહ્યું દિવસ રાત ફરજ બનાવતાં તમામ સૈનિકોનો હૃદયપૂર્વક નમન કરું છું. હું ગાંધીનગર લોકસભાના મતદારો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. લોકસભા 2024ની ચૂંટણીથી 2025 સુધીનો સમય વિજયનો બન્યો છે. હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્લી અને બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો કરી દીધો છે. 2/3થી ભાજપ અને NDAને સાથી પક્ષો મળ્યા.
ગોતા ખાતે મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિતભાઇ શાહે શાસ્ત્રોત વિધિથી ખાતમુહૂર્ત
December 7, 2025 3:18 pm
અમદાવાદના ગોતા ખાતે મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિતભાઇ શાહે શાસ્ત્રોત વિધિથી ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા છે.
અમિતભાઇ શાહ ગોતા વિસ્તારમાં ભવ્ય જાહેરસભાને સંબોધિત કરશે
December 7, 2025 2:24 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના અમદાવાદ પ્રવાસમાં ગોતા વિસ્તારમાં ભવ્ય જાહેરસભાને સંબોધિત કરશે. તેમજ AMC દ્વારા રૂપિયા 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. તથા નવા નિમણૂક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર એનાયત કરશે. તથા લોકાર્પણ ખાતમુહૂર્તની સાથે સાથે આવાસોના પણ ડ્રો થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું
December 7, 2025 1:49 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું
Ahmedabad | કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે
— Gujarat First (@GujaratFirst) December 7, 2025
કર્યા વિકાસ કાર્યોના લોકાર્પણ | Gujarat First
અમદાવાદમાં અમિતભાઈ શાહે બોપલમાં કર્યુ ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન
અમદાવાદના થલતેજમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કર્યુ લોકાર્પણ
861 EWS આવાસ લાભાર્થીઓને સોંપવામાં આવ્યા
ભાજપ શહેર પ્રમુખ… pic.twitter.com/sEq71L30aX
વસ્ત્રાપુર તળાવનું અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું
December 7, 2025 1:26 pm
અમદાવાદના બોડકદેવ વોર્ડમાં આવેલ વસ્ત્રાપુર તળાવનું અમિતભાઈ શાહે ઉદ્ઘાટન કર્યું છે. અમિતભાઇ શાહ વસ્ત્રાપુર નરસિંહ મહેતા તળાવ પહોચ્યા છે. બોડકદેવ વોર્ડમાં આવેલ નરસિંહ મહેતા વસ્ત્રાપુર તળાવનું ડેવલોપમેન્ટ કરી આજે ખુલ્લુ મુકાશે. તળાવ રૂ.2.49 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ થયા પછી આજે અમિતભાઈ શાહે પબ્લિક માટે ખુલ્લુ મુકશે. તકતીનું અનાવરણ કર્યું હવે નરસિંહ મહેતા તળાવની વિઝીટ અમિતભાઈ શાહ કરી રહ્યા છે.
અમદાવાદના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવનું ઉદ્ઘાટન
— Gujarat First (@GujaratFirst) December 7, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઉદ્ઘાટન
વસ્ત્રાપુરના નરસિંહ મહેતા તળાવને કરાયું છે રિડેવલપમેન્ટ
12.49 કરોડના ખર્ચે ડેવલપ કરાયેલુ તળાવ લોકો માટે ખુલ્લું@AmdavadAMC @AmitShah @HMOIndia #Ahmedabad #AmitShah… pic.twitter.com/t7DLL4GDCJ
અમદાવાદમાં અમિતભાઈ શાહે શકરી તળાવનું લોકાર્પણ કર્યું
December 7, 2025 12:35 pm
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સરખેજ વોર્ડમાં સકરી તળાવનું લોકાર્પણ કર્યું છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સકરી તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. રૂપિયા 16.21 કરોડના ખર્ચે ફેસ 2 અંતર્ગત રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં સરખેજ વિસ્તારના સ્થાનિકોને ભેટ મળશે. સકરી તળાવમાં વુક્ષારોપણ પણ કેન્દ્રીયગૃહ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં લોકાર્પણ બાદ લોકો માટે સકરી તળાવ ખુલ્લું મૂકવામાં આવશે.
અમદાવાદમાં અમિતભાઈ શાહે કર્યુ શકરી તળાવનું લોકાર્પણ
— Gujarat First (@GujaratFirst) December 7, 2025
સરખેજ વોર્ડમાં શકરી તળાવનું કરાયું છે રિડેવલપમેન્ટ
16.21 કરોડના ખર્ચે ફેસ 2 અંતર્ગત કરવામાં આવ્યું છે રીડેવલપમેન્ટ
સરખેજ વિસ્તારના સ્થાનિકોને મળી શકરી તળાવની ભેટ@AmdavadAMC @AmitShah @HMOIndia #Ahmedabad #ShakriLake… pic.twitter.com/zEeXeZvCqG
અમિત ભાઈ શાહે બોપલમાં ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન
December 7, 2025 12:28 pm
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત ભાઈ શાહે બોપલમાં ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. જેમાં 4.6 કરોડના ખર્ચે ઇલેક્ટ્રોથર્મ કંપની દ્વારા પ્રહર્ષ હાઇલેન્ડ સામે 11 હજાર સ્કેર મીટરમાં આ ઓક્સિજન પાર્ક પથરાયો છે. પ્રથમ વાર પેટ પાર્ક પણ આ ઓક્સિજન પાર્ક માં તૈયાર કરવામાં આવ્યો છે જે આખો અલગ વિભાગ હશે. થીમ બેઝ પ્લાન્ટિંગ, રનિંગ વોટર ચેનલ, વોકિંગ ટ્રેક સાથે ફાઉન્ટેન (ફુવારા) આ પાર્કની શોભા વધારશે. પીપીપી મોડલ પર સરખેજ વોર્ડમાં વિકાસ કરેલ ઓક્સિજન પાર્ક જનતા માટે ખુલ્લો મુકાયો છે. જેમાં બોપલ, ઘુમા,શૈલાના રહીશોને ઓક્સિજન પાર્કના લાભ મળશે.
અમિતભાઇ શાહ સરખેજ વોર્ડમાં સકરી તળાવનું લોકાર્પણ કરશે
December 7, 2025 12:24 pm
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સરખેજ વોર્ડમાં સકરી તળાવનું લોકાર્પણ કરશે. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સકરી તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. રૂપિયા 16.21 કરોડના ખર્ચે ફેસ 2 અંતર્ગત રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં સરખેજ વિસ્તારના સ્થાનિકોને ભેટ મળશે. સકરી તળાવમાં વુક્ષારોપણ પણ કેન્દ્રીયગૃહ મંત્રી દ્વારા કરવામાં આવશે. જેમાં લોકાર્પણ બાદ લોકો માટે સકરી તળાવ ખુલ્લું મૂકવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે
December 7, 2025 11:54 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં અમિતભાઈ શાહ અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. તેમાં થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ લોકાર્પણ કરશે. તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ તેમજ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ તથા સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે
— Gujarat First (@GujaratFirst) December 7, 2025
અમિતભાઈ શાહ આપશે અનેક વિકાસકાર્યોની ભેટ
થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ કરશે લોકાર્પણ
નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ કરશે
સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું કરશે લોકાર્પણ
સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે
નરસિંહ મહેતા સરોવર… pic.twitter.com/tdVWsqgpZK
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના ગુજરાતમાં આયોજિત કાર્યક્રમો
December 7, 2025 11:53 am
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના ગુજરાતમાં આયોજિત કાર્યક્રમો
ચુનોતિયા મુજે પસંદ હૈ પુસ્તકનું વિમોચન
December 7, 2025 11:53 am
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જીવન આધારિત પુસ્તક ચુનોતિયા મુજે પસંદ હૈનું વિમોચન પણ આજે કરવામાં આવશે.અમદાવાદ શહેર આજે વિકાસ, સંસ્કૃતિ અને સાહિત્યને સમર્પિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોની સાક્ષી બનશે.
ગોવાના આર્પોરામાં આગ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું - અમિતભાઇ શાહ
December 7, 2025 10:28 am
ગોવાના આર્પોરામાં આગ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી રહ્યું છે અને અસરગ્રસ્તોને જરૂરી સંભાળ પૂરી પાડી રહ્યું છે. જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે મારી નિષ્ઠાવાન સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના.
The tragic loss of lives in a fire accident in Arpora, Goa, is deeply painful. The local administration is carrying out rescue and relief operations and providing the necessary care to the affected. My sincerest condolences to the families of those who lost their lives and…
— Amit Shah (@AmitShah) December 7, 2025
અમિતભાઇ શાહ હસ્તે રૂપિયા 1507 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
December 7, 2025 8:43 am
અમિતભાઇ શાહ હસ્તે રૂપિયા 1507 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જેમાં થલતેજમાં 881 EWS આવાસો, બોપલમાં ગાર્ડન અને વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ સાથે ગોતામાં જાહેરસભા સંબોધશે.
સાદગી, સેવા અને કરુણાના પ્રતીક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજજીની જયંતિ પર તેમનું સ્મરણ કરી નમન કરું છું - અમિતભાઇ શાહ
December 7, 2025 8:18 am
સ્વામીજીના વિચારો અને જ્ઞાનનો વ્યાપ એટલો વિશાળ હતો કે જ્યારે પણ તેમની સાથે વાત કરવાની તક મળતી, ત્યારે નવી પ્રેરણા અને ઊર્જા પ્રાપ્ત થતી. મારા માટે સૌભાગ્યની વાત છે કે મને તેમની સાથે મળવા, વાતચીત કરવા અને સમય પસાર કરવાનો શુભ અવસર મળ્યો હતો. સ્વામી મહારાજજીએ માનવ સમાજને આસ્થા અને ઈશ્વર-ભક્તિ સાથે જોડવાનું કાર્ય કર્યું. ભગવાન સ્વામિનારાયણજીની શિક્ષાઓને જન-જન સુધી પહોંચાડનાર પ્રમુખ સ્વામી મહારાજજીના સ્મરણ માત્રથી જ મન શાંતિ અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે.
સાદગી, સેવા અને કરુણાના પ્રતીક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જીની જયંતિ પર તેમનું સ્મરણ કરી નમન કરું છું.
— Amit Shah (@AmitShah) December 7, 2025
સ્વામીજીના વિચારો અને જ્ઞાનનો વ્યાપ એટલો વિશાળ હતો કે જ્યારે પણ તેમની સાથે વાત કરવાની તક મળતી, ત્યારે નવી પ્રેરણા અને ઊર્જા પ્રાપ્ત થતી. મારા માટે સૌભાગ્યની વાત છે કે મને… pic.twitter.com/7kpl62xm6o
નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે
December 7, 2025 8:07 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે. તથા GST ઓવરબ્રિજ નીચે વિકસિત રમતગમત સંકુલની મુલાકાત તેમજ રાણીપમાં જિમ્નેશિયમ અને વાંચનાલયની મુલાકાત લેશે. ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કરશે. તથા UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોન કરશે. તથા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખ વરણી મહોત્સવમાં હાજરી આપશે.
અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે
December 7, 2025 8:07 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસની મુલાકાતમાં આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. તેમાં આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે તથા સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે અને નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે.


