Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : હત્યારી પ્રેમિકા! બાઈક પર મિત્ર સાથે મળવા પહોંચ્યો પ્રેમી, પછી પ્રેમિકાએ કર્યું એવું કે..!

Amreli નાં રાજુલાનાં બારપટોળી ગામે પ્રેમ પ્રકરણમાં હત્યા  પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનાં મિત્રની હત્યા કરાઈ પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવી હુમલો કર્યો પ્રેમી નાસી જતા પ્રેમીના મિત્રને માર મારતા મૃત્યુ થયું અમરેલી (Amreli) જિલ્લાનાં રાજુલામાંથી એક ચોંકાવાનારી ઘટના સામે આવી...
amreli   હત્યારી પ્રેમિકા  બાઈક પર મિત્ર સાથે મળવા પહોંચ્યો પ્રેમી  પછી પ્રેમિકાએ કર્યું એવું કે
Advertisement
  1. Amreli નાં રાજુલાનાં બારપટોળી ગામે પ્રેમ પ્રકરણમાં હત્યા 
  2. પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનાં મિત્રની હત્યા કરાઈ
  3. પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવી હુમલો કર્યો
  4. પ્રેમી નાસી જતા પ્રેમીના મિત્રને માર મારતા મૃત્યુ થયું

અમરેલી (Amreli) જિલ્લાનાં રાજુલામાંથી એક ચોંકાવાનારી ઘટના સામે આવી છે. પ્રેમિકાએ તેના પ્રેમીને મળવા બોલાવતા પ્રેમી તેના મિત્ર સાથે બાઇક પર મળવા પહોંચ્યા હતો. ત્યારે પ્રેમિકા અને તેના સગાએ પ્રેમી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. જો કે, પ્રેમી ભાગી જતાં મિત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મિત્રનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે (Amreli Police) હત્યારી પ્રેમિકા અને તેનાં બે સગા વિરુદ્ધ ગુનો નોંધીને શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Gandhinagar : રાજ્ય સરકારે જગતનાં તાતની 'દિવાળી' સુધારી! 7 લાખથી વધુ ખેડૂતો માટે કરોડોનું સહાય પેકેજ જાહેર

Advertisement

Advertisement

બાઇક લઇને મળવા આવેલા પ્રેમી અને તેમના મિત્ર પર હુમલો

અમરેલી (Amreli) જિલ્લાનાં રાજુલા (Rajula) તાકુલામાં આવેલા બારપટોળી ગામે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રેમિકાએ તેનાં પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો. ત્યારે પ્રેમી તેનાં એક મિત્ર સાથે બાઇક પર પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો. પરંતુ, આ દરમિયાન કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં પ્રેમિકાએ તેના બે સગાંને બોલાવી પ્રેમી અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો - MLA જિજ્ઞેશ મેવાણીના આક્ષેપો અંગે પહેલીવાર IPS પાંડિયનની પ્રતિક્રિયા, Gujarat First સાથે EXCLUSIVE વાતચીત

પોલીસે પ્રેમિકા અને તેના 2 સગા પર હત્યાનો ગુનો નોંધ્યો

આ ઘટનામાં પ્રેમી યુવાન ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. જ્યારે તેનાં મિત્રને પ્રેમિકા અને તેના સગા ઢોર માર માર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સાવરા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે હત્યારી પ્રેમિકા અને તેનાં બે સગા સામે ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : નકલી જજ મોરિસ ઠગાઈનો અઠંગ ખેલાડી! એક પછી એક થયા ચોંકાવનારા ખુલાસા!

Tags :
Advertisement

.

×