Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : રાજુલામાં ગુમ યુવકની લાશ મળી : આડાસંબંધમાં ખેલાયો ખુની ખેલ, આરોપીની ધરપકડ

Amreli : એક વખત ફરીથી આડાસંબંધના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે, તો એક યુવક હત્યારો બનીને જેલના સળીયા ગણતો થઈ ગયો છે. વાત છે અમરેલીના રાજુલાની, જ્યાં પાછલા દિવસોમાં એક યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે યુવકની લાશ મળતા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરીને હત્યા સુધી પહોંચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા આડાસંબધોના કારણે કરવામાં આવી છે. મૃતક યુવકના સંબંધ હત્યા કરનારા યુવકની પત્ની સાથે પાછલા ઘણા સમયથી હોવાનું સામે આવ્યું છે. જે સંબંધ હત્યાનું કારણ બન્યા છે.
amreli   રાજુલામાં ગુમ યુવકની લાશ મળી   આડાસંબંધમાં ખેલાયો ખુની ખેલ  આરોપીની ધરપકડ
Advertisement
  • Amreli :  રાજુલા પોલીસે અલગ અલગ મુદાઓ પર તપાસ કરતા મૃતકની ગળે ટૂંપો આપીને કરાઈ હતી હત્યા
  • રાજદીપસિહ મજબુતસિહ રાઠોડની પોલીસે તપાસ કરતા હત્યા કરી હોવાની કબૂલાત આપી
  • રાજદીપસિહ રાઠોડે સુરેશભાઈ સભાડીયાની હત્યા કરી હોવાની કબુલાત આપી
  • રાજદીપસિહ રાઠોડના પત્ની સાથે આડા સંબઘમા કરી સુરેશ સભાડીયાની હત્યા કરી હોવાની કબુલાત આપી

રાજુલા : Amreli : એક વખત ફરીથી આડાસંબંધના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે, તો એક યુવક હત્યારો બનીને જેલના સળીયા ગણતો થઈ ગયો છે. વાત છે અમરેલીના રાજુલાની, જ્યાં પાછલા દિવસોમાં એક યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે યુવકની લાશ મળતા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરીને હત્યા સુધી પહોંચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા આડાસંબધોના કારણે કરવામાં આવી છે. મૃતક યુવકના સંબંધ હત્યા કરનારા યુવકની પત્ની સાથે પાછલા ઘણા સમયથી હોવાનું સામે આવ્યું છે. જે સંબંધ હત્યાનું કારણ બન્યા છે. 

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં છેલ્લા 25 દિવસથી ગુમ થયેલા યુવકની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો છે. રાજુલા પોલીસે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુમ યુવકની અન્ય એક યુવકની પોતાની પત્ની સાથે આડાસંબંધના કારણે હત્યા કરવામાં આવી છે. આરોપી રાજદીપસિંહ મજબુતસિંહ રાઠોડ (ઉ.વ. 32)એ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે, તેણે મૃતક સુરેશભાઈ કરશનભાઈ સભાડીયા (ઉ.વ. 28)ની ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી. પોલીસે આરોપીને ધરપકડ કરી લીધી છે, અને તપાસ ચાલુ છે.

Advertisement

Advertisement

પત્ની સાથેના આડાસંબંધના કારણે હત્યા

સુરેશભાઈ કરશનભાઈ સભાડીયા, રાજુલા તાલુકાના એક નાના ગામમાં રહેતા યુવાન 10 ઓક્ટોબરથી ગુમ હતો. તેમના પરિવારજનોએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વિવિધ મુદ્દાઓ પર તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને મળેલી ગુપ્ત માહિતી અને CCTV ફૂટેજથી આરોપી રાજદીપસિંહ રાઠોડ સુધી શંકાની સૂઈ ગઈ હતી.

પૂછપરછમાં રાજદીપસિંહે કબૂલાત આપી કે તેની પત્ની સાથે સુરેશભાઈના અફેરને કારણે તે ગુસ્સે થયો હતો. "મારી પત્ની સાથે તે બદમાશી કરતો હતો, તેથી ગુસ્સામાં તેને ગળે ટૂંપો આપીને મારી નાખ્યો," એવી કબૂલાત તેણે પોલીસને આપી છે. હત્યા પછી તેણે લાશને રાજુલા નજીકના એક નદી કિનારે ફેંકી દીધી હતી, જ્યાંથી તાજેતરમાં તે મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી અને મૃતક વચ્ચે પહેલા પણ વારંવાર વાદ-વિવાદ થતો હતો, જે પછી ઘટનાનું કારણ બન્યું છે.

 અમરેલી જિલ્લામાં તાજેતરમાં આવી ગુનેગારીના કેસો વધ્યા છે. ઓક્ટોબરમાં રાજુલા નજીક ધાતરવાડી ડેમમાં ચાર યુવકોનું ડૂબી જવાનું મોત થયું હતું, જેની તપાસ પણ પોલીસ કરી રહી છે. આ હત્યા કેસથી સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો- Unjha : જીરા-વરિયાળીમાં ભેળસેળનો આરોપ : પૂર્વ MLA નારણભાઈ પટેલે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને કરી રજૂઆત, કડક કાર્યવાહી માગ!

Tags :
Advertisement

.

×