Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli: લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાએ જુગારધામ પર પાડી રેડ, સ્થાનિકોએ કર્યા વખાણ

Amreli: અમરેલીથી એક મહત્વાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અનેક જગ્યાઓએ જુગારધારો ધમધમી રહ્યા છે. જેના કારણે લોકો ખુબ પરેશાન પણ થઈ રહ્યા છે. તેમને જણાવી દઈએ કે, લાઠી (Lathi)ના ધારાસભ્ય જનક તળાવીયા (mla Janakbhai Talaviya)એ એક...
amreli  લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાએ જુગારધામ પર પાડી રેડ  સ્થાનિકોએ કર્યા વખાણ
Advertisement

Amreli: અમરેલીથી એક મહત્વાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અનેક જગ્યાઓએ જુગારધારો ધમધમી રહ્યા છે. જેના કારણે લોકો ખુબ પરેશાન પણ થઈ રહ્યા છે. તેમને જણાવી દઈએ કે, લાઠી (Lathi)ના ધારાસભ્ય જનક તળાવીયા (mla Janakbhai Talaviya)એ એક જુગાર ઘામ પર ઓચિંતી જ રેડ પાડી હતી. જેથી જુગારીઓ નાસી ગયા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો, લાઠી ()ના દામનગરમા કમ્પ્યુટરથી ચાલતા જુગારઘામ પર ઘારાસભ્ય (MLA)એ રેડ પાડી હતી. ધારાસભ્યને અહીં દામનગરના શોપિંગ સેન્ટરમા ખુલ્લેઆમ જુગારઘામ ચાલતું હોવાની જાણકારી મળી હતી. જેથી તેમણે સત્વરે કાર્યવાહી હાથ ધરીને રેડ પાડી હતી.

કમ્પ્યુટરથી ચાલી રહેલા યત્રંના જુગાર પર ધારાસભ્યએ દરોડા પાડ્યા

ઉલ્લેખનીય છે કે, અમરેલી (Amreli) જિલ્લામાં આવેલા દામનગર (Damnagar)ના શોપિંગ સેન્ટરમા કમ્પ્યુટરથી ચાલી રહેલા યત્રંના જુગાર પર ધારાસભ્યએ દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે, ધારાસભ્ય જનક તળાવીયા દ્વારા રેડ પાડવામાં આવતા ઘટના સ્થળ પર લોકોના ટોળા જોવા મળ્યા હતા. ધારાસભ્યની આ કાર્યવાહીને સ્થાનિક લોકો ખુબ જ વખાણી રહ્યા છે. નોંધનીય છે કે, જુગારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. ગાંધીના ગુજરાતમાં આ રીતે ખુલ્લેઆમ જુગારધામ ધમધમે તે તંત્રના ગાલ પર તમાચા સમાન છે. અત્યારે તો દામનગર પોલીસ રેડ કર્યો બાદ આવતા અનેક સવાલો થઈ રહ્યા છે.

Advertisement

લાઠીના ધારાસભ્યા જનકભાઈ તળાવીયાની ખુબ ચર્ચા

નોંધનીય છે કે, અહીં ધારાસભ્ય દ્વારા રેડ પાડવામાં આવતા સ્થાનિક લોકોના ટોળા આવી પહોંચ્યા હતા.  એટલું જ નહીં પરંતુ ધારાસભ્યની આ કાર્યવાહીને લોકએ ખુબ વખાણી પણ હતી. કારણે કે, લોકોને આવા ધારાસભ્ય જ પસંદ આવે છે જે દિવસ કે રાત જોય વગર જ લોકોની સેવા માટે હંમેશા હાજર રહેતા હોય. જેથી અત્યારે લાઠીના ધારાસભ્યા જનકભાઈ તળાવીયા (mla Janakbhai Talaviya)ની ખુબ ચર્ચા થઈ રહીં છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: ડૉ.વૈશાલી જોશી આપઘાત કેસમાં ફરાર PI બી.કે.ખાચર આગોતરા જામીન માટે હાઈકોર્ટનાં શરણે

આ પણ વાંચો: Rajkot: નગરપાલિકા કરતા પણ શાળા સંચાલકો પાસે વધારે સત્તા? સીલ હોવા છતાં શિક્ષણકાર્ય ચાલુ

આ પણ વાંચો: Ahmedabad: વિદેશ જવાની ઘેલછા ભારે પડી! એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો

Tags :
Advertisement

.

×