ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli: લેટરકાંડનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યા બાદ DGP વિકાસ સહાયે ત્રણ PI-PSIની બદલી કરી

અમરેલી લેટરકાંડ મામલે રાજ્યના પોલીસ તંત્રમાં ભૂકંપ સર્જાયો છે. પાયલ ગોટી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં આ મુદ્દો ગાજ્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ આકરૂ વલણ અપનાવ્યું છે.
09:55 PM Feb 25, 2025 IST | PIYUSHSINH SOLANKI
અમરેલી લેટરકાંડ મામલે રાજ્યના પોલીસ તંત્રમાં ભૂકંપ સર્જાયો છે. પાયલ ગોટી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં આ મુદ્દો ગાજ્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ આકરૂ વલણ અપનાવ્યું છે.

અમરેલી લેટરકાંડ મામલે રાજ્યના પોલીસ તંત્રમાં ભૂકંપ સર્જાયો છે. પાયલ ગોટી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં આ મુદ્દો ગાજ્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ આકરૂ વલણ અપનાવ્યું છે. તાત્કાલિક અસરથી ત્રણ પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જારી કરીને તેમણે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે.

કોની સામે પગલાં લેવાયા

  1. એ.એમ. પટેલ (PI, LCB અમરેલી): કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી
  2. એ.એમ. પરમાર (PI, સાયબર ક્રાઇમ અમરેલી): વડોદરા શહેર ખાતે બદલી
  3. કુસુમબેન પરમાર (PSI, LCB અમરેલી): વડોદરા ગ્રામ્ય ખાતે બદલી

લેટરકાંડની પોલીસ કાર્યવાહી સામે પડઘા

પાયલ ગોટીએ અમરેલી પોલીસના કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જે બાદ આ મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો હતો, જેના પગલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

પોલીસ વડાનો આદેશ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ બદલીઓને "જાહેર હિત"માં લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા કોઈ પણ અધિકારીને બક્ષવામાં નહીં આવે.

27મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં લેટર વાઈરલ

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ અને હોદ્દાવાળો બનાવટી લેટર સોશિયલ મીડિયામાં 27મી ડિસેમ્બરે વાઈરલ કર્યો હતો, ત્યારબાદ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કેટલાક આગેવાનો ગાંધીનગર સુધી કૌશિક વેકરીયાને સમર્થનમાં પણ પહોંચ્યા હતા. આ ઘટનામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયાએ ફરિયાદ નોંધાવી હતી, ગુન્હો નોંધાયા બાદ અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

28મી ડિસેમ્બરે ધરપકડ

વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને એક લેટર વાઈરલ કરીને બદનામ કરાયા હતા. આ ગુનામાં ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 આરોપીની પોલીસે 28મી ડિસેમ્બરે ધરપકડ કરી હતી. તાલુકા ભાજપના પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા, પાયલબેન ગોટી સામેલ હતા.

29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

ત્યારે તાલુકા ભાજપના પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા, પાયલબેન ગોટી આ ચારેય આરોપીઓને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપ પ્રમુખની ઓફિસ પર 29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો. ચારેય આરોપીઓને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે વઘાસીયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું

3 જાન્યુઆરીએ સંઘાણીએ પાયલ ગોટીને જેલમાં મળવું પડ્યું

અમરેલી લેટરકાંડમાં પોલીસની કાર્યવાહીમાં ભાજપના પૂર્વ હોદેદાર મનીષ વઘાસીયા, પાયલ ગોટી સહિત 4 લોકોની ધરપકડ બાદ પ્રથમ કોંગ્રેસ એ મુદ્દો ઉછાળ્યા બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ટ્રસ્ટીઓએ આરોપી પાયલ ગોટીને છોડાવવા મુદ્દે આગળ આવ્યા હતા. પાયલ ગોટીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 2 જાન્યુઆરીએ 1 દિવસ પહેલા કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુંમરે જેલની મુલાકાત બાદ અમરેલી ભાજપના સિનિયર નેતા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીની જિલ્લા જેલે પહોંચી પાયલ ગોટી સાથે મુલાકાત કરી હતી. તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો.

આ પણ વાંચો: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સમાચાર, GPSCની વર્ગ 1-2ની બે ભરતીઓ રદ

Tags :
Amrelibreaking newsDGPGujarat NewsLetter scandalPolice TransferPolitics
Next Article