Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli: નારી સ્વાભિમાન ન્યાય આંદોલનને લઈ પરેશ ધાનાણીની તબિયત લથડી

ડોક્ટરની ટીમે પરેશ ધાનાણીને સમજાવ્યા છે તેમજ સુગર લેવલ 60 પર થતા લિકવિડ પીવા આગ્રહ કર્યો
amreli  નારી સ્વાભિમાન ન્યાય આંદોલનને લઈ પરેશ ધાનાણીની તબિયત લથડી
Advertisement
  • પરેશ ધાનાણી ઉપવાસ પર બેસતા રાજકારણમાં ગરમાવો આવ્યો
  • ડોક્ટરની ટીમે પરેશ ધાનાણીને સમજાવ્યા છે
  • સુગર લેવલ 60 પર થતા ડોકટરની ટીમે લિકવિડ પીવા આગ્રહ કર્યો

Amreli: નારી સ્વાભિમાન ન્યાય આંદોલનને લઈ પરેશ ધાનાણીની તબિયત લથડી છે. જેમાં ડોક્ટરની ટીમે પરેશ ધાનાણીને સમજાવ્યા છે તેમજ સુગર લેવલ 60 પર થતા ડોકટરની ટીમે લિકવિડ પીવા આગ્રહ કર્યો છે. ડોકટરની ટીમે કહ્યું કે જો સુગર લેવલ ઘટશે તો હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડશે. જેમાં પીડિતાને ન્યાય મળે તે માટે પરેશ ધાણાની સહિતના નેતાઓ ઉપવાસ પર છે. તેમજ સરકાર સમક્ષ ન્યાયની માંગ સાથે પરેશ ધાનાણી ઉપવાસ પર બેસતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો:

અમરેલીમાં BJP નેતા કૌશિક વેકરીયા વિરુદ્ધ લેટર કાંડને મામલે માહોલ ગરમાયો છે. આ લેટર કાંડની પીડિત પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ નેતા કાલથી પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર,પ્રતાપ દુધાત સહિતના નેતાઓ નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત ઉપવાસ પર બેઠા છે. આ નેતાઓની સાથે 30 જેટલા કાર્યકર્તાઓ પણ આ ઠંડીમાં રાત્રિના ઉપવાસ આંદોલનમાં સહભાગી બન્યા છે. આ ઉપવાસ પૂર્ણ કર્યા બાદ પરેશ ધાનાણી આગળની રણનીતિ જાહેર કરી હતી. પરેશ ધાનાણીએ જાહેર કર્યુ છે કે, તેઓ વધુ 24 કલાક ધરણા પર બેસશે. આ સાથે આવતી કાલે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી.

Advertisement

પરેશ ધાનાણી સહિતના નેતાઓનું ચેકઅપ કરવા માટે મેડિકલની ટીમ પહોચી

ઉલ્લેખનીય છે કે 24 કલાક ઉપવાસ બાદ રાજકમલ ચોકમાં ધરણા પર બેઠેલા પરેશ ધાનાણી સહિતના નેતાઓનું ચેકઅપ કરવા માટે મેડિકલની ટીમ પહોચી હતી. અહીં પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મરનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમાં પરેશ ધાનાણીનું સુગર થોડું ડાઉન આવ્યું છે. તેમજ આજે ઉપવાસ આંદોલન પૂર્ણ કર્યા બાદ પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આ દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવવા આહ્વાન કર્યું હતુ આ સાથે તેમણે કહ્યુ કે, હવે સમગ્ર ગુજરાતમાં શહેર, જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચને રચના કરવામા આવશે. ગુજરાતના તમામ તાલુકા સ્તરે પીડિત પાયલને ન્યાય મળે આવી ઘટનાનું પૂનર્નરાવર્તન ના થાય તે માટે આવેદન આપવાના કાર્યક્રમો યોજાશે. સમગ્ર ગુજરાતની બહેનોને આમા જોડાવા માટે આહવાન કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો: BZ Finance Scam ને લઈ CID ક્રાઇમના હાથે મહત્વના પુરાવા લાગ્યા

Tags :
Advertisement

.

×