ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમરેલી પોલીસની માનવતા: ફસાયેલા પરિવાર માટે અડધી રાત્રે દેવદૂત બનીને આવ્યા PI

અમરેલી પોલીસની માનવતા: પી.આઈ. જાડેજાએ અડધી રાત્રે ગાડીને માર્યા ધક્કા
10:58 PM Aug 11, 2025 IST | Mujahid Tunvar
અમરેલી પોલીસની માનવતા: પી.આઈ. જાડેજાએ અડધી રાત્રે ગાડીને માર્યા ધક્કા

જ્યારે રાત્રીના સમયે તમારા પરિવાર સાથે તમે ક્યાંય જતાં હોવ અને તેવામાં તમારી ગાડી બંધ થઈ જાય અને તમને મદદ કરવાવાળું કોઈ નહોય તો તમારી મનોસ્થિતિ કેવી હોય? પહેલા તો તમારા બાળકો સહિત પરિવાર સાથે હોય એટલે સૌથી મોટી ચિંતા તેમની સતાવવા લાગે છે. એકદમ સૂમશાન જગ્યા હોય ત્યારે કોણ મદદ કરશે તે બીજો પ્રશ્ન ઉભો થાય છે. આ સ્થિતિમાં તમને કોઈ મદદ કરવા આવે તે તમારા માટે દેવદૂત સમાન હોય છે. આવી જ એક ઘટના અમરેલીમાં બની હતી.

અમરેલી તાલુકા પોલીસના ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાએ ‘પોલીસ પ્રજા મિત્ર’એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. અમરેલીના માળીલા ફાટક નજીક રાત્રે એક પરિવાર તેમની કાર બંધ પડી જવાથી પરેશાન હતો. આ પરિવારમાં મહિલા અને અન્ય સભ્યો હતા, જેઓ રાત્રે અટવાઈ ગયા હતા અને તેમની પાસે કોઈ મદદનો વિકલ્પ નહોતો. આ દરમિયાન રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન પી.આઈ. ઓમદેવસિંહ જાડેજા આ સ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક પોતાની ટીમ સાથે બંધ પડેલી કારને ધક્કો માર્યો અને તેને ચાલુ કરાવી હતી. આમ અડધી રાત્રે પરિવાર માટે જાડેજા દેવદૂત બનીને આવ્યા હતા.

આ પણ વાંચો-અમદાવાદ પ્લેન ક્રેશ: યુએસ વકીલે બ્લેક બોક્સના રિપોર્ટની કરી માગણી, દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત

વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આ ઘટનાનો વીડિયો સ્થાનિક લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પી.આઈ. જાડેજા અને તેમની ટીમ રાત્રે ખભેખભો મિલાવીને કારને ધક્કો મારતા જોવા મળે છે, જેના કારણે પરિવારની મુશ્કેલી દૂર થઈ હતી. આ ઘટનાએ પોલીસની માનવીય બાજુને ઉજાગર કરી છે અને સમાજમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધાર્યો છે.

આ ઘટનાએ અમરેલીના સ્થાનિક લોકોમાં પોલીસ વિભાગ પ્રત્યે સકારાત્મક લાગણી જગાવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ નાગરિકોએ પી.આઈ. ઓમદેવસિંહ જાડેજાની પ્રશંસા કરી છે. ઘણા યુઝર્સે ટિપ્પણી કરી કે આવા પોલીસ અધિકારીઓ સમાજ માટે ગૌરવની વાત છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નહીં, પરંતુ પ્રજાની મુશ્કેલીઓમાં પણ સાથ આપવા માટે હંમેશા તૈયાર છે.

પીઆઈના માનવીય અભિગમની પ્રશંસા

અમરેલી પોલીસે અગાઉ પણ આવી અનેક ઘટનાઓમાં માનવીય અભિગમ દર્શાવ્યો છે, જેમ કે ખોવાયેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવું કે રસ્તા પર અટવાયેલા લોકોને મદદ કરવી. આ ઘટના બાદ સ્થાનિક વહીવટ અને પોલીસ વિભાગે પી.આઈ. જાડેજાની કામગીરીની નોંધ લીધી છે, અને તેમનું આ કાર્ય અન્ય પોલીસ અધિકારીઓ માટે પણ પ્રેરણાદાયી બની શકે છે. સ્થાનિક લોકો પણ પોલીસની આ માનવીય કામગીરીને બિરદાવી રહ્યા છે.

વર્તમાન સમયમાં પોલીસની નકારાત્મક બાબાતો સમાચારો પત્રોમાં પણ ખુબ જ ચમકતી હોય છે. જોકે, પોલીસ દ્વારા અનેક સારા કામ કરવામાં આવતા હોય છે પરંતુ તેને કવર કરવામાં આવતી નથી. તેથી પોલીસની છાપ એક વિલન તરીકેની પડી ગઈ છે. આપણા ગુજરાતમાં પોલીસ સ્ટેશનમાં પહોંચતા મોટા ભાગના કેસોમાં પોલીસ પાસે રહીને સમસ્યાનો ઉકેલ લાવતી જોવા મળી છે. આમ પોલીસ પોતાની જવાબદારી નિભાવવાની સાથે-સાથે લોકોને સમજાવીને લડાઈ-ઝગડાઓમાં પણ શાંતિ-સૂલેહ કરાવતી રહી છે.

આ પણ વાંચો-Mudda Ni Vaat: BJP ના જ ધારાસભ્યથી કંટાળ્યા સાંસદ Mansukh Vasava?

Tags :
#Humanity #GujaratNews#MalilaPhatak#OmdevsinhJadeja#PolicePrajanoMitraAmreliPoliceSocialmediaViralVideo
Next Article