Amreli: બગસરામાં હાથ પર બ્લેડ મારવા મામલો, શિક્ષણ વિભાગે શરૂ કરી તપાસ
- વીડિયો ગેમની માસૂમો પર આડઅસરનો ચોંકાવનારો કિસ્સો
- બાળકોના હાથ પર કાપા મારવા મામલે મોટા સમાચાર
- અમરેલીના ધારીના ASP જયવીર ગઢવીનું નિવેદન
- 20થી 25 જેટલા વિદ્યાર્થીઓએ કાપા માર્યાઃ જયવીર ગઢવી
વીડિયો ગેમની માસૂમો પર આડઅસરનો ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો છે.જેમાં અમરેલીની એક શાળામાં હાથ પર કાપા મારવા મામલે તપાસ શરૂ કરી છે. જેમાં જિલ્લા શિક્ષણ વિભાગે મુંજિયાસરની પ્રાથમિક શાળામાં તપાસ શરૂ કરી છે. જીલ્લા શિક્ષણાધિકારી મિયાણી તેમજ નાયબ જિ. શિક્ષણાધિકારી સોલંકી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શાર્પનર વડે ઈજાઓ થઈ હોવાનું નાયબ જીલ્લા શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું છે. શાર્પનરથી હાથમાં કાપા માર્યા અંગે તાલુકા શિક્ષણ વિભાગે રિપોર્ટ કર્યો હતો. મેડિકલની ટીમ દ્વારા પણ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને વાલી મીટીંગ બોલાવીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.તેમજ જો કોઈ દોશી જણાશે તો શિક્ષણનાં નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
ગુનેગાર જણાશે તેની સામે કાર્યવાહી કરાશેઃ જયવીર ગઢવી
આ સમગ્ર મામલે અમરેલી ધારીનાં ASP જયવીર ગઢવીએ જણાાવ્યું હતું કે, 20 થી 25 જેટલા વિદ્યાર્થીઓએ કાપા માર્યા છે. તેમજ ધો. 5 થી 8 નાં વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા છે. હાથ પર કાપા મારવા 10 રૂપિયાની લાલચ આપી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પેન્સિલનાં શાર્પનર વડે હાથ પર કાપા માર્યા છે. ગુનેગાર જણાશે તેની સામે કાર્યવાહી કરાશે.
આ પણ વાંચોઃ VADODARA : લિવ ઇન પાર્ટનરનો 'ખંડણીકાંડ', રૂ. 12 કરોડ માટે કહાની ઘડી
આ પ્રકારની ગેમ સામાજિક દુષણ છે: કિરીટ પટેલ
અમરેલીની ઘટનાને લઈ કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું કે, ઓનલાઈન ગેમનાં કારણે બાળકોનાં મગજ પર અસર થાય છે. સરકારે આવી ગેમ પર પ્રતિબંધ મુકવો જોઈએ. આ પ્રકારની ગેમ સામાજિક દૂષણ છે.
આ પણ વાંચોઃ Rajkot : ITI નાં વિદ્યાર્થીએ આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો, કેસમાં નવો વળાંક!
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર નું મોટું નિવેદન
બગરસાનાં મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળાનાં 40 વિદ્યાર્થીઓ દ્વારા હાથ પર કાપા મારવા મામલે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, આવી ઓનલાઈન વીડિયો ગેમ્સ ડ્રગ્સનાં દૂષણ કરતા વધુ ઘાતક છે. APK ફાઈલ, ટેલિગ્રામનાં માધ્યમથી આવી ગેમ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરે છે. દેશનાં યુવાધનને બરબાદ કરવા માટે વિદેશી ષડયંત્ર હોઈ શકે છે. પોલીસે તપાસ કરવી જોઈએ કે બાળકોને ગેમ રમવાનાં બદલે રૂપિયા કોણ આપે છે. દરેક માતા-પિતાએ પોતાના બાળકોનો ફોન ચેક કરવો જોઈએ. તેમજ એક્સેસ પોતે લેવું જોઈએ.
બાળકોએ બ્લેડ મારી એ દુઃખદ ઘટના છે: જે.વી કાકડિયા (ધારાસભ્ય)
અમરેલીનાં બગસરાનાં મોટા મુંજયાસર ગામે બાળકો દ્વારા હાથમાં બ્લેડ મારવા મામલે ધારાસભ્ય જે.વી. કાકડિયાએ નિવેદન આપ્યું હતું કે બાળકોએ બ્લેડ મારી એ દુઃખદ છે. તપાસ માટે અધિકારી સ્થળ પર પહોંચ્યા છે. તેમજ પીઆઈ અને શિક્ષણ વિભાગનાં અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ 15 થી 20 બાળકો ભોગ બન્યા છે. તેમજ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ BAPS : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની લાગણી દુભાય તેવી અનેક પોસ્ટ કરનારની ધરપકડ, રિમાન્ડ લેવાયા


