Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli: ક્રાંકચ ગામે શિક્ષક દંપતીને નડ્યો અકસ્માત

લીલીયાના ક્રાંકચ ગામે અકસ્માતની ઘટના શિક્ષક દંપતીનો પતિ ઈજાગ્રસ્ત અને પત્નીનું મૃત્યુ ઇજાગ્રસ્ત સારવાર માટે અમરેલી સિવિલ લઈ જવાઈ   Amreli: અમરેલીના લીલિયા અને ક્રાંકચ ગામ (Krankach village)વચ્ચે વરસાદ દરમિયાન એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. બાઇક સ્લિપ થવાથી...
amreli  ક્રાંકચ ગામે શિક્ષક દંપતીને નડ્યો અકસ્માત
Advertisement
  • લીલીયાના ક્રાંકચ ગામે અકસ્માતની ઘટના
  • શિક્ષક દંપતીનો પતિ ઈજાગ્રસ્ત અને પત્નીનું મૃત્યુ
  • ઇજાગ્રસ્ત સારવાર માટે અમરેલી સિવિલ લઈ જવાઈ

Amreli: અમરેલીના લીલિયા અને ક્રાંકચ ગામ (Krankach village)વચ્ચે વરસાદ દરમિયાન એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. બાઇક સ્લિપ થવાથી પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી જેમાં શિક્ષક દંપતીનો ગંભીર અકસ્માત થયો. અને અકસ્માતમાં ઘટના સ્થળે  શિકક્ષની પત્નીનું મોત થયું છે ત્યારે શિક્ષકને ગંભીર ઇજા થતાં તેમણે સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

લીલિયા અને ક્રાંકચ ગામ વચ્ચે વરસાદી વાતાવરણમાં બનેલો દુર્ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. બાઇક સ્લિપ થતાં પાણી ભરેલા ખાડામાં ખાબકવાથી શિક્ષક દંપતીનો અકસ્માત થયો.

આ પણ  વાંચો -Vadodara મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ વડોદરાની મુલાકાત લીધી

અકસ્માતના કારણે શિક્ષિકા પત્નીનું મોત

કિસ્સો તે વખતે બન્યો, જ્યારે એક શિક્ષક દંપતી ક્રાંકચથી લીલિયા જઈ રહ્યા હતા. વરસાદના કારણે રોડ પર પાણી ભરેલા ખાડામાં બાઇક સ્લિપ થઈ ગઈ અને તે ખાબકી, પરિણામે બાઇક પર સવાર શિક્ષિકા પત્નીનું મૃત્યુ થયું.

આ પણ  વાંચો - Gujarat Govt: સરકારના ભ્રષ્ટ અધિકારીઓ સામે સફાઈ અભિયાન યથાવત

સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્ત શિક્ષક પતિને હોસ્પિટલ ખસેડાયા

જગ્યાએ જ ઇજાગ્રસ્ત શિક્ષક પતિને સ્થાનિકોએ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. શિક્ષક પતિને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×