Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી ? : PM Narendra Modi

PM Narendra Modi અમરેલીની મુલાકાતે લાઠીમાં જનસભા બાદ સ્થાનિક નેતાઓને મળ્યા PM રાજુલાનાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે કરી વાત ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી ? : PM મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતની મુલાકાતે...
amreli   ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી     pm narendra modi
Advertisement
  1. PM Narendra Modi અમરેલીની મુલાકાતે
  2. લાઠીમાં જનસભા બાદ સ્થાનિક નેતાઓને મળ્યા PM
  3. રાજુલાનાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે કરી વાત
  4. ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી ? : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં રોડ શો અને કરોડો રૂપિયાનાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે અમરેલીનાં (Amreli) લાઠી ખાતે પહોંચ્યા હતા. અહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને રૂ. 4800 કરોડનાં વિકાસકામોની ભેટ આપી હતી. સાથે પીએમએ જનસભા બાદ સ્થાનિક નેતાઓ સાથે વાત પણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Amreli: PM નરેન્દ્ર મોદીનું ભાવનગર એરપોર્ટ ઉપર આગમન, હેલિકોપ્ટર મારફતે જશે અમરેલી

Advertisement

4800 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભાવનગર એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે અમરેલીનાં (Amreli) લાઠી ખાતે પહોંચ્યા હતા. લાઠી (Lathi) ખાતેનાં કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 4800 કરોડનાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. પીએમ મોદીએ અમરેલી, ભાવનગર (Bhavnagar), મોરબી જિલ્લાનાં લોકોને દિવાળી પહેલા વિકાસકામોની આ ભેટ આપી છે. દરમિયાન, પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુધાળા ખાતે ભારત માતા સરોવરનું (Bharat Mata Sarovar) લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો - VADODARA : "G-20 સમિટમાં તમારી ખોટ સાલી હતી, દિપાવલી સમયે સ્વાગતનું સૌભાગ્ય મળ્યું" - PM મોદી

ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી ? : PM

દુધાળામાં યોજાયેલ સભાસ્થળે જનમેદની ઉમટી હતી. જ્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya), કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, ભરત સુતરિયાએ સભાસ્થળે વિઝિટ કરી હતી. ઉપરાંત, વનમંત્રી મુળુભાઈ બેરા (Mulubhai Bera) લાઠી પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, જનસભા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સ્થાનિક નેતાઓને મળ્યા હતા. દરમિયાન, રાજુલાનાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને (MLA Hirabhai Solanki) કહ્યું કે, ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો (Jafarabad Millet) લઇ દિલ્હી ? PM મોદીએ પોતાનાં વક્તવ્યમાં જાફરાબાદનાં બાજરાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala) અને દિલીપ સંઘાણી (Dilip Sanghani) સાથે પણ વાત કરી હતી.

આ પણ વાંચો - સ્પેનના વડાપ્રધાન Pedro Sanchez ના પત્ની ગરબાના તાલે ઝૂમ્યા, પારુલ યુનિવર્સિટીમાં થયું ભવ્ય સ્વાગત

Tags :
Advertisement

.

×