ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં AMTSનો બસ ડ્રાઈવર ટ્રાફિકના નિયમોને ગોળીની પી ગયો, જાણો શું કર્યું

અમદાવાદમાં AMTS ના બસ ડ્રાઈવર કેટલા બેદરકાર બની ગયા છે તેનું એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક બસ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોનથી વાત કરતો નજરે ચઢી રહ્યો છે. અમદાવાદની AMTS...
06:10 PM May 15, 2023 IST | Hardik Shah
અમદાવાદમાં AMTS ના બસ ડ્રાઈવર કેટલા બેદરકાર બની ગયા છે તેનું એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક બસ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોનથી વાત કરતો નજરે ચઢી રહ્યો છે. અમદાવાદની AMTS...

અમદાવાદમાં AMTS ના બસ ડ્રાઈવર કેટલા બેદરકાર બની ગયા છે તેનું એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક બસ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોનથી વાત કરતો નજરે ચઢી રહ્યો છે. અમદાવાદની AMTS ની બસમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે, જેઓ તે ક્ષણ પૂરતુ બસના ડ્રાઈવરની હાથમાં તે બધાને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે. પરંતુ તમે આ વીડિયોમાં જોઇ જ શકો છો કે આ બસ ડ્રાઈવર બસમાં મુસાફરી કરેલા લોકોના જીવ સાથે કેવી રીતે રમી રહ્યો છે.

બસમાં ડ્રાઈવિંગ કરતો ડ્રાઈવરનો વીડિયો વાયરલ

ચાલુ મોબાઈલે ડ્રાઈવિંગ કરવું હંમેશા જોખમી રહે છે, પણ આ ડ્રાઈવર તેની ચિંતા કર્યા વિના બિંદાસ્ત બસ ચલાવી રહ્યો છે. ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે, તે ચાલુ બસે મોબાઈલ પર વાત કરી રહ્યો છે, સિટ બેલ્ટ નથી. જણાવી દઇએ કે, આ વીડિયો કુબડથલ ગામથી સારંગપુર રૂટની બસનો છે. મળતી માહિતી અનુસાર, આ વીડિયો રૂટ નંબર 143 ના ડ્રાઈવરનો છે. આ વીડિયો વાયરલ થયા બાદ AMTS ના ચેરમેને તપાસની ખાતરી આપી છે. એવું નથી કે આ પ્રકારની આ પહેલી ઘટના હોય. આ પહેલા પણ ઘણી વખત ચાલુ બસે ડ્રાઈવરના મોબાઈલ પર વાત કરતા વીડિયો વાયરલ થઇ ચુક્યા છે.

આ પણ વાંચો - હાર બાદ પણ દર્શકોના દિલ જીતી ગયો DHONI, સુનિલ ગાવાસ્કરને આપ્યો AUTOGRAPH

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

નોંધ - ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટી કરતું નથી...

Tags :
Ahmedabad AMTS BusAhmedabad BUSAMTS Bus Drivertalking on the mobileTraffic Rules brokeviral video
Next Article