ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બનાસકાંઠામાં 3.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો...
08:57 AM Apr 28, 2023 IST | Hiren Dave
ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો...

ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો તાત્કાલીક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.

નેપાળમાં ભૂકેપના આંચકા
તો બીજી તરફ નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 માપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પહેલો ભૂકંપ રાત્રે 11.58 કલાકે આવ્યો હતો, જ્યારે બીજો 1.30 કલાકે આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્ર બાજુરાના દહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા 1 એપ્રિલે દોલાખા જિલ્લાના સુરી ખાતે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. ઓખાલધુંગા, રામેછાપ, સિંધુપાલ ચોક અને નુવાકોટ જિલ્લા તેમજ કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આપણ  વાંચો- અનોખો વિરોધ, જામનગરમાં ઊંટલારી પાછળ બાંધીને નવી ટ્રકોને શો રુમ ભેગી કરાઈ, જુઓ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BanaskanthaBanaskantha NewsearthquakeGujarat
Next Article