PM મોદીના નિવાસસ્થાને યોજાશે મહત્વની બેઠક, 7 કેન્દ્રીય મંત્રીઓ રહેશે હાજર!
- અમેરિકન ટેરિફ વિવાદની વચ્ચે PM મોદીની મહત્વની બેઠક (PM Modi Meeting)
- આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રહેશે હાજર
- 7 કેન્દ્રીય મંત્રીઓ હજાર રહે તેવી અપેક્ષા છે.
PM Modi Meeting : અમેરિકન ટેરિફ વિવાદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 વાગ્યે ટોપ ઈકોનોમિક બોડીની બેઠકની અધ્યક્ષતા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Meeting)અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફની વચ્ચે અર્થતંત્ર (અર્થવ્યવસ્થા)ની હાલની સ્થિતિની સમીક્ષા માટે આર્થિક સલાહકાર પરિષદ (Economic Advisory Council)ની બેઠક યોજશે. આજે સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત 7 કેન્દ્રીય મંત્રીઓ હજાર રહે તેવી અપેક્ષા છે.
શા માટે મહત્વની છે બેઠક? (PM Modi)
આર્થિક સલાહકાર પરિષદ (Economic Advisory Council)ની બેઠક એટલે મહત્વની છે કારણ કે તે ચીનના વિદેશ મંત્રી વાંગ યીના આજથી શરૂ થયેલા બે દિવસીય ભારતના પ્રવાસ સાથે સંકળાયેલી છે. સાથે જ આ બેઠક વિદેશ મંત્રી એસ. જયશંકરના રશિયાના પ્રવાસના થોડા દિવસ પહેલાં યોજાઈ રહી છે, કારણ કે ભારત અમેરિકા સાથે વેપાર સંબંધોમાં અનિશ્ચિતતાની વચ્ચે બેઇજિંગ અને મોસ્કોની સાથે સંબંધોને વધારવા માગે છે.
#BREAKING: PM Narendra Modi spoke with Russian President Vladimir Putin, who shared his assessment of his recent meeting with U.S. President Donald Trump in Alaska. PM Modi reiterated India’s stand for peaceful resolution of conflicts, discussed bilateral cooperation, and agreed… pic.twitter.com/VpzvGNBteV
— IANS (@ians_india) August 18, 2025
આ પણ વાંચો-Supreme Court On Road :'બે કલાકના વરસાદમાં દિલ્હી લકવાગ્રસ્ત થઈ જાય છે' CJIએ આવી ટિપ્પણી કેમ કરી?
50 ટકા ટેરિફની કરી છે જાહેરાત (PM Modi)
આ બેઠક અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત દ્વારા અમેરિકામાં નિકાસ થતી તમામ વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાના અને રશિયાથી ક્રૂડ ઓઈલની ખરીદીને કારણે 27 ઓગસ્ટથી આ ટેરિફને ડબલ કરીને 50 ટકા કરવાની યોજનાના પગલે યોજાઈ રહી છે. આ ટેરિફથી દાગીના, કપડાં અને બૂટ જેવા 40 અબજ અમેરિકી ડોલરના ભારતીય નિકાસને અસર થવાની આશંકા છે.
આ પણ વાંચો-Mumbai Rain : મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, શાળા-કોલેજ બંધ
છઠ્ઠા રાઉન્ડની બેઠક કરાઈ હતી સ્થગિત
આ પહેલાં, પ્રસ્તાવિત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી (BTA)ના છઠ્ઠા રાઉન્ડની બેઠક વોશિંગ્ટનથી એક ટ્રેડ ટીમના નવી દિલ્હી પ્રવાસને સ્થગિત કરવાને કારણે રોકાઈ ગઈ હતી. આ વાટાઘાટો 25થી 29 ઓગસ્ટ દરમિયાન થવાની હતી. એક અધિકારીએ નામ ન આપવાની શરતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું, "આ પ્રવાસને ફરીથી નિર્ધારિત કરવાની સંભાવના છે."
અમેરિકા કરી રહ્યું છે દબાણ
અમેરિકા, કૃષિ અને ડેરી જેવા રાજકીય રીતે સંવેદનશીલ ક્ષેત્રો ખોલવા માટે પણ દબાણ કરી રહ્યું છે. ભારતે આવી છૂટછાટો આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને દલીલ કરી છે કે તેનાથી નાના ખેડૂતો અને પશુપાલકોની આજીવિકાને ખતરો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત બાદ વડાપ્રધાન મોદીએ તેમના સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં સ્વદેશી ઉત્પાદનો તરફ વળવાની વાત કરી અને ખેડૂતો-માછીમારો સાથે એકતા દર્શાવી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "અમે ભારતના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોની સાથે જોડાયેલી કોઈપણ હાનિકારક નીતિની વિરુદ્ધ દીવાલની જેમ ઊભા છીએ. અમે અમારા ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને લઈને કોઈપણ પ્રકારની સમજૂતી ક્યારેય સ્વીકારીશું નહીં."


