Anand : દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું! એક સાથે કુટુંબી બે બાળકોનાં મોત
- આંકલાવમાં તહેવાર ટાણે સર્જાઈ દુર્ઘટના (Anand)
- ત્રણ પૈકી બે બાળકોનાં તળાવમાં ડૂબવાથી મોત
- પગ લપસી જતાં ત્રણેય બાળકો તળાવમાં ડૂબ્યા
- સ્થાનિકો દ્વારા એક બાળકને બચાવી લેવાયો
આણંદ જિલ્લામાં (Anand) દિવાળી ટાણે ખૂબ જ દુ:ખદ ઘટના બની છે. ખેતમજૂરી કરતા પરિવારનાં 3 બાળકો રમતા રમતા તળાવ પાસે પહોંચ્યા હતા. દરમિયાન, પગ લપસી જતાં ત્રણેય બાળકો તળાવમાં ડૂબ્યા હતા. જો કે, ત્રણ પૈકી એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ, અન્ય બે માસૂમોનું મોત નીપજ્યું છે. એક સાથે બે બાળકોને ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો - કોંગ્રેસનાં પૂર્વ નેતા વિપક્ષ Paresh Dhanani ની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ!
રમતા-રમતા બાળકો તળાવમાં ડૂબ્યાં
આણંદ જિલ્લાનાં (Anand) આંકલાવ ગામમાં ખેત મજૂરી કરતા પરિવાર પર દિવાળી ટાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા ત્યારે ત્રણ બાળકો રમતા રમતા તળાવ પાસે પહોંચ્યા હતા. દરમિયાન, અચાનક પગ લપસી જતાં ત્રણેય બાળકોનો તળાવમાં ગરકાવ થયો હતો. બાળકોને ડૂબતા બચાવવા માટે સ્થાનિક કેટલાક લોકોએ તળાવમાં છલાંગ લગાવી હતી.
આ પણ વાંચો - CM Bhupendra Patel નો સરળ સ્વભાવ ફરી આવ્યો સામે, 'કોમન મેન' બની પૌત્ર સાથે ફટાકડા ખરીદ્યા
2 માસૂમોનાં મોત, 1 બચાવી લેવાયો
દરમિયાન, ત્રણ પૈકી 1 બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ, અન્ય બે બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. દિવાળી ટાણે (Diwali 2024) એક સાથે કુંટુંબી બે બાળકોને ગુમાવતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. આ મામલે સ્થાનિક પોલીસે પણ જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Diwali પહેલા પ્રાથમિક શાળાનાં શિક્ષકોને સરકારે આપી મોટી ભેટ! કરી આ મહત્ત્વની જાહેરાત


