આનંદ મહિન્દ્રાએ સ્વદેશી મેસેજિંગ એપ 'Arattai' વિશે કહી આ મોટી વાત,જાણો શું કહ્યું.....
- Zoho દ્વારા Arattai એપ બનાવવામાં આવી છે
- Arattai એપ એ WhatsAppને ટક્કર આપી રહી છે
- Arattai એપને લઇને આનંદ મહેન્દ્રાએ x પર કરી આ મોટી વાત
- આ ભારત દેશની સ્વદેશી એપ છે
દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (AnandMahindra) હવે સ્વદેશી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન 'Arattai' (અરટ્ટાઈ) નો ઉપયોગ કરી રહ્યા છે. જેને પગલે આ એપને મોટો પ્રચાર મળ્યો છે. માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ X પર એક પોસ્ટ દ્વારા મહિન્દ્રાએ આ વાતની જાહેરાત કરી હતી.આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું: "મેં આજે ગર્વથી Arattai ડાઉનલોડ કર્યું છે."
Arattai એપને લઇને મહેન્દ્રાએ x પર કરી આ મોટી વાત
આ ટ્વીટના જવાબમાં Arattai બનાવનાર કંપની Zoho ના સ્થાપક શ્રીધર વેમ્બુએ તેમનો આભાર માન્યો હતો. વેમ્બુએ જણાવ્યું કે જ્યારે તેઓ ઓફિસમાં એન્જિનિયરો સાથે એપ્લિકેશનને રિફાઇન કરવા પર કામ કરી રહ્યા હતા, ત્યારે એક ટીમના સભ્યએ તેમને આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ બતાવ્યું, જેણે તેમને વધુ પ્રોત્સાહન આપ્યું.
Downloaded @Arattai today…
With pride. pic.twitter.com/99hp3C0COM
— anand mahindra (@anandmahindra) October 4, 2025
Arattai એપને ભારત સરકાર પણ કરી રહી છે પ્રમોટ
Arattaiએ Zoho દ્વારા બનાવવામાં આવેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે, જે ભારતીય બજારમાં WhatsApp સાથે સ્પર્ધા કરી રહી છે. આ એપ ચેટિંગ, કોલિંગ અને મીટિંગ શેડ્યુલિંગ સુધીની સુવિધાઓ પૂરી પાડે છે. 'સ્વદેશી ચળવળ'ના ભાગરૂપે ભારત સરકાર પણ આ એપને સક્રિયપણે પ્રમોટ કરી રહી છે.જોકે Zoho આ એપને સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મ તરીકે રજૂ કરે છે, એક મહત્વનો તફાવત એ છે કે WhatsApp ચેટ્સ End-to-End Encryption (E2EE) ઓફર કરે છે, જ્યારે હાલમાં Arattaiચેટ્સમાં E2EE એન્ક્રિપ્શનનો અભાવ છે. જોકે, કોલિંગ માટે આ એન્ક્રિપ્શન ઉપલબ્ધ છે અને એવી અપેક્ષા છે કે કંપની ટૂંક સમયમાં ચેટ્સમાં પણ E2EE એન્ક્રિપ્શન ઉમેરશે. આ એપમાં એક ખાસ 'વ્યક્તિગત જગ્યા' (Personal Space) સુવિધા પણ છે, જે યુઝર્સને પોતાની ફાઇલો અને મેસેજ પોતાની જાતને મોકલવા અને સાચવવાની મંજૂરી આપે છે, જે એક અનન્ય સુવિધા છે.
આ પણ વાંચો: 8 ઑક્ટોબરથી UPIમાં PINની ઝંઝટ ખતમ: ચહેરો બતાવો અને ફટાફટ પેમેન્ટ કરો!


