Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : સમારખા ગામે ભરેલા અગ્ની જેવી સ્થિતિ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું, જાણો સમગ્ર મામલો

આણંદના સમારખા ગામે શુક્રવારે સાંજે 8 વાગ્યાના અરસામાં મુસ્લિમ યુવકો દ્વારા કલ્પેશભાઈ ચૌહાણ નામના યુવક પર હુમલો કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી ઘટનાને પગલે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યારે બીજી તરફ મોટી સંખ્યામાં લોકોના ટોળા...
anand   સમારખા ગામે ભરેલા અગ્ની જેવી સ્થિતિ  ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું  જાણો સમગ્ર મામલો
Advertisement

આણંદના સમારખા ગામે શુક્રવારે સાંજે 8 વાગ્યાના અરસામાં મુસ્લિમ યુવકો દ્વારા કલ્પેશભાઈ ચૌહાણ નામના યુવક પર હુમલો કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી ઘટનાને પગલે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યારે બીજી તરફ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

youth was attacked in Anand's Samarkha village

Advertisement

ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસવડા, DySP, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. હાલ ગામ સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં તબ્દીલ થયું છે અને સમગ્ર સ્થિતિ પોલીસના કંટ્રોલમાં છે.

Advertisement

youth was attacked in Anand's Samarkha village

જુની અદાવતનું અનુમાન

મળતી વિગતો અનુસાર સમારખા ગામે મહાકાળી ચોક માતાજીના મંદિર પાસે ઘટના બની હતી જે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે સમયસર પહોંચી સ્થિતિ કાબુમાં કરી લીધી છે. જ્યારે રેલી બાબતે બબાલ થઈ હોવાની લોક ચર્ચા થઈ રહી છે.

youth was attacked in Anand's Samarkha village

શું કહ્યું પોલીસ અધિકારીએ?

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 8 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. કલ્પેશભાઈ મહેશભાઈ ચૌહાણ સામરકાથી ગોરખપુરા તરફ જતાં હતા ત્યારે મુસ્લિમ સમાજના છોકરાઓએ અગમ્ય કારણસર બેટ વડે માર મારેલ. ઘટનાને લીધે લોકોના ટોળા ભેગા થયા હતા. પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જોઈ બંદોબસ્ત ગોઠવી હાલમાં પેટ્રોલિંગ શરૂ છે. ઈજાગ્રસ્ત નગરપાલિકા હોસ્પિટલ આણંદ ખાતે સારવાર હેઠળ છે. તેમની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે. બનાવના પ્રત્યાઘાત રૂપે કોઈ અનિચ્છનિય બનાવના બને તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને હાલમાં શાંતિ છે.

આ પણ વાંચો : SABARKANTHA જિલ્લામાં સોના-ચાંદીના દાગીની તફડંચી અને ચોરીના બનાવો બન્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×