Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambani : આહીરોના લગ્નોત્સવમાં પહોંચ્યા અનંત અંબાણી

Ambani In Wedding: દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના (Nita Ambani) દીકરા અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા (Radhika) સાથે થવાના છે. દેશ-વિદેશથી સેલિબ્રિટીઓ અને બિઝનેસમેન ફેમિલી સાથે જામનગરના મહેમાન બની રહ્યા...
ambani   આહીરોના લગ્નોત્સવમાં પહોંચ્યા અનંત અંબાણી
Advertisement

Ambani In Wedding: દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના (Nita Ambani) દીકરા અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા (Radhika) સાથે થવાના છે. દેશ-વિદેશથી સેલિબ્રિટીઓ અને બિઝનેસમેન ફેમિલી સાથે જામનગરના મહેમાન બની રહ્યા છે તો બીજી તરફ અનંત અંબાણી જામનગરના નવાણીયા ગામે પહોંચ્યા હતા અને આહીર સમાજના લગ્નોત્સવમાં સામેલ થયા હતા.

જામનગરમાં રિલાયન્સ ખાતે અનંત અંબાણીના લગ્ન પૂર્વેનો રંગારંગ કાર્યક્રમ

જામનગરમાં (Jamnagar) અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન પૂર્વે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશ-વિદેશની સેલિબ્રિટીઓ અને બિઝનેસમેન જામનગરના મહેમાન બનવાના છે. જામનગરમાં રિલાયન્સ ખાતે અનંત અંબાણીના લગ્ન પૂર્વેનો રંગારંગ કાર્યક્રમ (pre-wedding event) યોજાવવા જઈ રહ્યો છે.દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના (Nita Ambani) દીકરા અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા (Radhika) સાથે થવાના છે. ત્યારે જામનગરના રિલાયન્સ ખાતે લગ્ન પૂર્વેનો ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

Advertisement

Advertisement

જામનગરના નવાણીયા ગામે યોજાયેલા આહીર સમાજના લગ્નોત્સવમાં પહોંચ્યા

લગ્ન પ્રસંગના કારણે છેલ્લા ઘણા દિવસથી અંબાણી પરિવાર જામનગરમાં જ રોકાયો છે. અનંત અંબાણી જામનગરના નવાણીયા ગામે યોજાયેલા આહીર સમાજના લગ્નોત્સવમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. તેમને જોઇને સહુ અચંબીત થઇ ગયા હતા.

આહરાણીઓએ રિલાયન્સના કુંવર અનંત અંબાણીના પોખણાં કરીને ઓવારણાં લીધા

અનંત અંબાણી સાથે હાઇ સિક્યોરિટી સાથે નવાણીયા ગામે પહોંચ્યા હતા અને આહીર સમાજના લગ્નોત્સવમાં હાજરી આપી હતી. આહરાણીઓએ રિલાયન્સના કુંવર અનંત અંબાણીના પોખણાં કરીને ઓવારણાં લીધા હતા. આહીરોની ગ્રામ્ય સંસ્કૃતિ અનુરૂપ લગ્ન સમારંભ જોઈ અનંત અબાણી પણ અભિભૂત થયા હતા.

રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન છે

ઉલ્લેખનિય છે કે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના (Nita Ambani) દીકરા અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા (Radhika) સાથે થવાના છે. ત્યારે જામનગરના રિલાયન્સ ખાતે લગ્ન પૂર્વેનો ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ રંગારંગ કાર્યક્રમમાં (pre-wedding event) હાજરી આપવા માટે દેશ-વિદેશથી સેલિબ્રિટીઓ અને બિઝનેસમેન ફેમિલી સાથે જામનગરના મહેમાન બની રહ્યા છે. માહિતી મુજબ, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રા (N. Chandra), કુમાર મંગલમ બિરલા પરિવાર સાથે જામનગર આવશે.

આ પણ વાંચો----ANANT AMBANI : જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર!

Tags :
Advertisement

.

×