ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ લોકોમાં રોષ, કહ્યું- દેશની અખંડતા, એકતા અને અસ્મિતા પર હુમલો

જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરની જનતાએ કહ્યું કે, સરકાર જે એક્શન લઈ રહી છે તે જરૂરી છે.
05:31 PM Apr 27, 2025 IST | Vishal Khamar
જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરની જનતાએ કહ્યું કે, સરકાર જે એક્શન લઈ રહી છે તે જરૂરી છે.
bhavnagar news gujarat first

જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા બાદ સરકાર અને આર્મી એક્શનમાં છે. આતંકવાદીઓને આર્મી ખૂણે ખૂણેથી ગોતી ઓલઆઉટ ઓપરેશન કરી રહી છે. જેને લઈ ભાવનગરની જનતા સાથે ગુજરાત ફર્સ્ટએ ખાસ વાતચીત કરી હતી.

સરકાર જે પણ એક્શન લેશે અમે તેમની સાથે જ છીએ

ભાવનગરના લોકોનું કહેવું છે કે જે પ્રમાણે સરકાર એક્શન લઈ રહી છે તે જરૂરી હતું. પાકિસ્તાન અને આતંકીઓનો ખાતમો થવો જ જોઈએ. સરકાર જે પણ એક્શન લેશે અમે તેમની સાથે જ છીએ.

દેશની સેવામાં ફરજ બજાવતા સૈનિકોમાં પણ રોષ

આ બાબતે ભાવનગરનાં યુવાને જણાવ્યું હતું કે, પહલગામમાં જે આતંકી વાદી હુમલો થયો. તેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો તે ખૂબ જ દુઃખદ છે. ક્યાંકને ક્યાંક આ હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. દેશની સેના શસક્ત છે.દેશની સેવામાં ફરજ બજાવતા સૈનિકોમાં પણ રોષ છે. આપણા દેશની અખંડતા, એકતા અને અસ્મિતા પર હુમલો છે. કોઈ પણ સ્વરૂપે આ હુમલાને ચલાવી લેવામાં આવશે નહી.

આ પણ વાંચોઃ Ahmedabad: ગેરકાયદ રહેતા લોકો સામે કાર્યવાહી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીની અટકાયત કરી

પક્ષ અને વિપક્ષ જડબાતોડ જવાબ આપી રહ્યા છે

અન્ય એક યુવકે જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. દુઃખભરી એ વાત છે કે આ જે હુમલો થયો એ ખબર જ ન હતી. જ્યાં ટુરીઝમ સ્થળ છે ત્યાં કોઈ આર્મી ફોર્સ ન હતી. હુમલો થયા બાદ ઘાયલોને સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવમાં આવ્યા હતા. તેમજ આ હુમલાનો પક્ષ અને વિપક્ષ જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ Rajkot: ગોંડલના રાજકારણમાં ગરમાવો, અલ્પેશ કથીરિયા- ગોંડલમાં ફરવા આવીએ છીએ

( ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલન દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી કરાઈ રહ્યુ છે રિપોર્ટિંગ અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી )

Tags :
Bhavnagar NewsBhavnagar People's OpinionGujarat FirstGUJARAT FIRST NEWSjammu and kashmir terror attackpahalgam terror attack
Next Article