Anil Ambani:અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં 5%નો ઉછાળો
- રિલાયન્સ પાવરના શેર ફરી ચર્ચામાં
- રિલાયન્સ પાવરના શેરમાં 5 ટકાનો ઉછાળો
- અંબાણીની કંપનીનો શેર 41.08 પર ખૂલ્યો હતો
Anil Ambani:અનિલ અંબાણી(Anil Ambani)ની આગેવાની ધરાવતી કંપની રિલાયન્સ પાવરના શેર (Reliance Power Share))ગુરુવારે ચર્ચામાં છે. કારણ કે કંપનીના શેરમાં આજે 5 ટકા અપર સર્કિટ વાગ્યુ છે. ગુરુવારે માર્કેટ ઓપન થતાની સાથે અનિલ અંબાણીની કંપનીનો શેર 41.08એ ઓપન થયો અને તે વધીને 42.47 રૂપિયા ઇન્ટ્રા ડે હાઇ પર પહોંચી ગયો હતો. શેરમાં તેજી જોવા મળવાનું કારણ પણ છે કે રિલાયન્સ પાવરને પ્રેફરન્સ શેર ઇશ્યુ કરીને 1,524.60 કરોડ રૂપિયા અકત્ર કરવા શેરધારકોની મંજૂરી મળી છે.
કંપનીએ માહિતી આપી
કંપનીએ બુધવારે મોડી રાત્રે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે પોસ્ટલ બેલેટ દ્વારા જરૂરી બહુમતી સાથે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. પોસ્ટલ બેલેટ નોટિસ મુજબ, કંપની રૂ. 33 પ્રતિ શેરના ભાવે 46.20 કરોડ શેરના પ્રેફરન્શિયલ ઈસ્યુ અને-અથવા વોરંટની સમકક્ષ સંખ્યાના શેરમાં કન્વર્ટિબલ દ્વારા રૂ. 1,524.60 કરોડ સુધી એકત્ર કરશે. રિલાયન્સ પાવર લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 23 સપ્ટેમ્બરે પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા રૂ. 1,525 કરોડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ હેઠળ પ્રમોટર્સ તેના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા માટે કંપનીમાં રૂ. 600 કરોડનું રોકાણ કરશે. પ્રેફરન્શિયલ ઈસ્યુ દ્વારા કંપનીની નેટવર્થ આશરે રૂ. 11,155 કરોડથી વધીને રૂ. 12,680 કરોડથી વધુ થઇ જશે.
Reliance Power Shares Surge 5% After Shareholders Approve Preferential Share Sale. pic.twitter.com/89Cy9L5d0I
— The Big Bull Deals (@thebigbulldeals) October 24, 2024
આ પણ વાંચો -Paytm ને મળી મોટી રાહત, NPCI એ આપી આ મંજૂરી
શેરની સ્થિતિ
પાવર-જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં કાર્યરત રિલાયન્સ પાવરના શેરની કિંમત હાલમાં રૂ. 42.47 છે. આજે શેરની ઇન્ટ્રા-ડે નીચી કિંમત ₹40.45 છે અને ઇન્ટ્રા-ડેની ઊંચી કિંમત ₹42.47 છે. રિલાયન્સ પાવરે પાંચ દિવસમાં 5%, છેલ્લા મહિનામાં 6.02% અને છેલ્લા ત્રણ મહિનામાં 50.28% વળતર આપ્યું છે. કંપનીના શેરોએ આ વર્ષે અત્યાર સુધીમાં 80% અને વર્ષમાં 60% નફો કર્યો છે. પાંચ વર્ષમાં સ્ટોક 1,203.38% વધ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 3 રૂપિયાથી વધીને હાલની કિંમત સુધી પહોંચી છે.


