Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોપટ સોરઠીયા હત્યા કેસમાં Aniruddhsinh Ribda જેલમાં મુક્ત થયા બાદ ત્રણ ગુનામાં આરોપી બન્યા, બેમાં ચૂપચાપ ધરપકડ અને એકમાં બાકી

ગત ઑગસ્ટ મહિનો Aniruddhsinh Ribda અને બિટકૉઈનકાંડના શૈલેષ ભટ્ટને ફરીથી ચર્ચામાં લાવ્યો છે.
પોપટ સોરઠીયા હત્યા કેસમાં aniruddhsinh ribda જેલમાં મુક્ત થયા બાદ ત્રણ ગુનામાં આરોપી બન્યા  બેમાં ચૂપચાપ ધરપકડ અને એકમાં બાકી
Advertisement

Aniruddhsinh Ribda : ગુજરાતની જેલોના તત્કાલીન વડા ટી.એસ.બિષ્ટ (T S Bisht) ની કૃપાથી જેલ મુક્ત થયેલાં અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ઉર્ફે અનિરૂદ્ધ રીબડા સામે એક નહીં ત્રણ-ત્રણ પોલીસ કેસ નોંધાયેલા છે. ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરાજાહેર ગોળી મારી હત્યા કરનારા અનિરૂદ્ધસિંહ રીબડા છેલ્લાં કેટલાંક વર્ષોથી બાહુબલી તરીકેની છાપ ધરાવે છે. જાન્યુઆરી-2018માં જેલ મુક્ત થયા બાદ વર્ષ 2020માં અનિરૂદ્ધસિંહ જાડેજા સામે ઉપરાછાપરી બે કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે નોંધાયેલા અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર રાજદીપસિંહ રીબડા (Rajdeepsinh Ribda) ને આરોપી બનાવાયા છે. ગત ઑગસ્ટ મહિનો Aniruddhsinh Ribda અને બિટકૉઈનકાંડના શૈલેષ ભટ્ટને ફરીથી ચર્ચામાં લાવ્યો છે. શૈલેષ ભટ્ટ અને અનિરૂદ્ધ રીબડા ક્યાં અને કયા કેસમાં આરોપી બન્યાં હતાં ? વાંચો આ અહેવાલ...

Advertisement

Aniruddhsinh Ribda કેવી રીતે બન્યા બાહુબલી ?

વર્ષ 1988માં કૉંગ્રેસી નેતા પોપટ સોરઠિયાની અનેક લોકોની હાજરીમાં પૉઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ હત્યા કરી હતી. Supreme Court એ જુલાઈ 1997માં અનિરુદ્ધસિંહને પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. જેલમાં હાજર થવાને બદલે અનિરુદ્ધ રીબડા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યાં અને 28 એપ્રિલ 2000ના રોજ તેમને પકડી પાડી જેલ હવાલે કરાયા હતા. જેલમાં Aniruddhsinh Ribda નો સિક્કો પડતો હતો અને ધાર્યા નિશાન પણ પાર પાડતા હતા. અઢારેક વર્ષ જેલ કાપ્યા બાદ આઈપીએસ ટી.એસ.બિષ્ટે જુનાગઢ જેલના તત્કાલીન સુપ્રિટેન્ડન્ટને પત્ર લખીને અનિરૂદ્ધસિંહ જાડેજાને જેલમાંથી છોડી મુકવા હુકમ કર્યો. જેલમાંથી મુક્ત થયા બાદ અનિરૂદ્ધસિંહ રીબડા અનેક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવ્યા. પાંચેક વર્ષ અગાઉ સુરતમાં ફરજ બજાવતા એક વિવાદીત સિનિયર આઈપીએસ (Controversial Senior IPS) ની ઑફિસમાં હંમેશા જોવા મળતા અનિરૂદ્ધસિંહ પાસે પતાવટના કામો આવવા લાગ્યા અને કામ થવા પણ લાગ્યા.

Advertisement

શૈલેષ ભટ્ટની ઉઘરાણીમાં Aniruddhsinh Ribda આરોપી બન્યાં

વર્ષ 2020ના ઑગસ્ટ મહિનામાં અનિરૂદ્ધસિંહ જાડેજાની રીબડા ગામે આવેલી વાડીમાં ચાલતી જુગારની કલબ પર રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી લાખોની રોકડ સાથે 18 આરોપીઓને પકડ્યા હતા. આ કેસમાં અનિરૂદ્ધ રીબડાને ફરાર દર્શાવ્યા હતા. જુગાર કેસમાં વૉન્ટેડ અનિરૂદ્ધસિંહ રીબડા સામે 10 દિવસ બાદ સુરતના સરથાણા પોલીસ સ્ટેશન (Sarthana Police Station) માં કરોડોની ખંડણીનો ગુનો નોંધાયો. બિટકૉઈન થકી ઓળખ ધરાવતા શૈલેષ ભટ્ટે રાજુ દેસાઈ નામના બિલ્ડરને વ્યાજે 4 કરોડ આપ્યા હતા. મૂડી અને વ્યાજની ઉઘરાણીની સોપારી બિટકૉઈન કેસના શૈલેષ ભટ્ટે (Shailesh Bhatt Bitcoin Case) અનિરૂદ્ધસિંહને આપી હતી. કરોડો રૂપિયાની ઉઘરાણીના મામલામાં બિટકૉઈનની લેવડદેવડ કારણભૂત હોવાની પણ એક વાત સામે આવી ચૂકી છે. આ મામલામાં સુરત શહેર પોલીસે તપાસ આરંભી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો -ડીજીપીનો આદેશ છતાં વિવાદિત ડાયરેક્ટ PIને એસપી Rohan Anand છાવરતા હતા, દારૂ ચોરીકાંડમાં કરાઈ કાર્યવાહી

જુગાર અને ખંડણીના કેસમાં ધરપકડ, અમિત ખૂંટ કેસમાં બાકી

ઑગસ્ટ 2020માં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા જુગાર કેસમાં પોલીસે ચૂપચાપ અનિરૂદ્ધસિંહ જાડેજાની ગણતરીના મહિનાઓમાં ધરપકડ કરી લીધી હતી. સુરતના ચકચારી ખંડણી કેસમાં અનેક આરોપીઓની ધરપકડ બાદ અનિરૂદ્ધસિંહ રીબડાએ અદાલતમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. આગોતરા જામીન મેળવનારા અનિરૂદ્ધસિંહ રીબડાની સુરત ક્રાઈમ બ્રાંચે પણ છાનીમાની ધરપકડ કરી લીધી હતી. અનિરૂદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર રાજદીપ માટે અમિત ખૂંટ આપઘાત કેસ (Amit Khunt Suicide Case) મોટી આફત બન્યો છે. કેસમાં આરોપી તરીકે નામ આવે તે પહેલાં જ સૌરાષ્ટ્રથી પલાયન થયેલા પિતા-પુત્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

Tags :
Advertisement

.

×