મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની આ તો કેવી સજા, જુઓ Viral Video
- Ankita Rathore એ વીડિયો વાયરલ કર્યો
- મામલો સતત વિવાદોના વાદળો વચ્ચે ફસાઈ રહ્યો
- લગ્ન તોડી પાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે
- લવ જિહાદના નામે એક પરિપત્ર જાહેર કર્યું હતું
Ankita Rathore Marriage Controversy : Ankita Rathore Marriage ના મામલાને લઈ વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જોકે આ વખતે Ankita Rathore એ સ્વયં એક વીડિયો શેર કર્યો છે. ત્યારે Ankita Rathore આ વીડિયોમાં તેની સાથે લગ્નના નામે થયેલી છેતરપિંડીનો મામલા વિશે વિગતવાર માહિતી આપતી જોવા મળી રહી છે. તે ઉપરાંત Ankita Rathore એ આ મામલે એક ચેતવણી પણ જાહેર કરી છે.
Ankita Rathore એ વીડિયો વાયરલ કર્યો
Ankita Rathore એ ઈન્દોરની રહેવાસી છે. Ankita Rathore ના લગ્ન મુસ્લિમ યુવક MP Hasnain Ansari સાથે થયા હતા. ત્યારે આ લગ્ન બાદ વિવાદ શરૂ થયો હતો. જોકે Ankita Rathore એ વીડિયોના માધ્યમથી હિન્દુવાદી સંગઠનોને ચેતવણી આપી છે. તો હિન્દુવાદી સંગઠન Ankita Rathore નો વિરોધ કરી રહ્યા છે. તે ઉપરાંત Ankita Rathore એ 5 ઓક્ટોબરથી પોતાના નિવાસસ્થાનેથી લાપતા છે. ત્યારે તેના પરિવારજનો સતત તેની શોધ કરી રહ્યા છે.
મામલો સતત વિવાદોના વાદળો વચ્ચે ફસાઈ રહ્યો
Ankita Rathore Marriage નો મામલો સતત વિવાદોના વાદળો વચ્ચે ફસાઈ રહ્યો છે. ત્યારે Ankita Rathore એ વીડિયોમાં જણાવ્યું છે કે, જો મને કંઈ પણ થશે, તે ઉપરાંત મારા દ્વારા કોઈ ખોટું પગલું ભરવામાં આવે તો મારા પરિવારજનો અને હિન્દુવાદી સંગઠનો આ માટે જવાબદાર રહેશે. મને મને મારા પતિ MP Hasnain Ansari ને સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે. અને અમારી ઉપર લગ્ન તોડી નાખવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. જે પણ સોશિયલ મીડિયા ઉપર મારા વિરુદ્ધ લખવામાં આવ્યું છે, તે તદ્દન અર્ઘસત્ય છે.
આ પણ વાંચો: Delhi માં હાઈ વોલ્ટેજ ડ્રામા, વ્યક્તિએ પોલીસને બાનમાં લીધા, Video Viral
#लव जिहाद का मामला गरमाते ही अपना पक्ष रखने अंकिता राठौर आई मिडिया के सामने, कही अपनी बात अंकिता राठौर का वीडियो वायरल
कही पूर्णतः सुरक्षित होने की कही बात, धर्मांतरण और उसके अपहरण के आरोप को गलत
ठहराया, अंकित राठौर ने क्या कहा सुनिए बयानइंदौर निवासी अंकिता राठौर एवं सिहोरा pic.twitter.com/46n0lR5cIl
— 🚩🇮🇳उमा शंकर राजपूत 🗨️ 🇮🇳🚩10k (@UmaShankar2054) October 22, 2024
લગ્ન તોડી પાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે
Ankita Rathore એ વધુમાં જણાવ્યું છે કે, હું કોઈપણ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છું. મારી પાસેથી આ અધિકાર કોઈપણ લઈ શકશે નહીં. જો મારી ઉપર અસહ્ય દબાણ કરવામાં આવશે, તો હું કંઈપણ કરી દઈશ. તો બીજી તરફ Ankita Rathore અને MP Hasnain Ansari ના લગ્નનો મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો હતો. ત્યારથી હિન્દુ સંગઠન તેમનો વિરોધ કરી રહ્યા છે. તે ઉપરાંત વિવિધ માધ્યમોથી Ankita Rathore અને MP Hasnain Ansari ને લગ્ન તોડી પાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
લવ જિહાદના નામે એક પરિપત્ર જાહેર કર્યું હતું
તે ઉપરાંત Ankita Rathore અને MP Hasnain Ansari ના લગ્નને રોકવા માટે તેલંગણાના વિધાયક ટી રાજાએ એમપીના સીએમ મોહન યાદવને પણ અપીલ કરી હતી. ટી રાજાએ કહ્યું હતું કે, જો Ankita Rathore અને MP Hasnain Ansari ના લગ્નને અટાકવવામાં આવશે નહીં, તો યુવતીની લાશ ફ્રીજમાં કપાયેલી જોવા મળશે. તેમની સાથે હિન્દુ સેવા પરિષદના પ્રમુખ અતુલ જેસવાનીએ આ મામલે જબલપુર ના કલેક્ટર પુષપેન્દ્ર અહાકેની મુલાકાત લીધી હતી. ત્યારે પુષપેન્દ્રએ લવ જિહાદના નામે એક પરિપત્ર જાહેર કર્યું હતું.
આ પણ વાંચો: Maharashtra ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સક્રિય, શિવસેના UBT એ જાહેર કર્યા ઉમેદવારો


