Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ankleshwar : સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 87 લાખના દારૂ સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત

જરાતમાં દારૂ મળવાનો સિલસિલો યથાવત છે. ભરૂચ જિલ્લામાં એસએમસીએ સપાટો બોલાવતા 87 લાખના દારૂ સાથે એક કરોડ રૂપિયાનો મુદ્દા-માલ જપ્ત કર્યો છે.
ankleshwar   સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો  87 લાખના દારૂ સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત
Advertisement
  • Ankleshwar માં સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી
  • નૌગામા ગામની સીમમાં પાડ્યા દરોડા
  • રૂ.87.82 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરાયો
  • 5 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
  • રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ankleshwar : ગુજરાતમાં દારૂ મળવાનો સિલસિલો યથાવત છે. ભરૂચ જિલ્લામાં એસએમસીએ સપાટો બોલાવતા 87 લાખના દારૂ સાથે એક કરોડ રૂપિયાનો મુદ્દા-માલ જપ્ત કર્યો છે. સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે અંકલેશ્વરના નૌગામા ગામની સીમમાં એલ્કેમ કેમિકલ ફેકટરી પાછળ વિદેશી દારૂ ભરેલ ત્રણ વાહનો મળી કુલ 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીને ઝડપી પાડ્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના નૌગામાં ગામે અલ્કેમ કેમિકલ ફેક્ટરીની પાછળના ખેતરમાં દારૂ કટિંગની મોટી રેડ હાથ ધરાઈ હતી.આ રેડ દરમિયાન પોલીસે કુલ 45,504 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹87,82,272 થાય છે. તે ઉપરાંત પોલીસે 6 મોબાઈલ ફોન, કિંમત ₹41,000, 3 વાહન કિંમત ₹18 લાખ અને રોકડ રૂપિયા 2,960 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹1,06,26,232 નો જપ્ત કર્યો હતો.

Advertisement

આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 5 આરોપીઓને પકડીને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વરને સોંપ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સુરતના સિધ્ધનાથ ઉર્ફે નગેન્દ્ર બેનિપ્રસાદ યાદવ, સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા, મહેન્દ્ર અમૃતલાલ પાલ, રવિ અજીત સરોજ તથા પાલકધારી કલ્લુ ગૌતમ નો સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડથી પોલીસ બેડામા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો- Surendranagar : ધ્રાંગધ્રામાં દિવાળી પહેલાં તંત્રનો દરોડો, રૂ. 20 લાખના ફટાકડા જપ્ત, ગેરકાયદે સ્ટોલો પર કડક કાર્યવાહી

Tags :
Advertisement

.

×