Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓલિમ્પિક મેડાલીસ્ટ નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ,વિશ્વનો નંબર 1 એથલીટ બન્યો

ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સોમવારે વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં નીરજ ચોપરા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં નંબર વન ખેલાડી બન્યો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ...
ઓલિમ્પિક મેડાલીસ્ટ નીરજ ચોપરાની વધુ એક સિદ્ધિ વિશ્વનો નંબર 1 એથલીટ બન્યો
Advertisement
ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સોમવારે વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં નીરજ ચોપરા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં નંબર વન ખેલાડી બન્યો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ રેન્કિંગમાં નંબર વન સ્થાન હાંસલ કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે.
નીરજ ચોપરાએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. સ્ટાર ભારતીય જૈવલિન થ્રોઅરે એન્ડરસન પીટર્સને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. લેટેસ્ટ રેન્કિંગ મુજબ નીરજ ચોપરાના 1455 પોઈન્ટ્સ અને એન્ડરસન પીટર્સના 1433 પોઈન્ટ છે. નીરજ પાસે 22 પોઈન્ટની લીડ છે. જૈકબ વડલેજ્જ 1416 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ત્રીજા નંબર પર છે.
Neeraj Chopra on Twitter:
દોહા ડાયમંડ લીગ જીતીને 2023ની શરૂઆત કરી
નીરજ ચોપરાએ આ સીઝનની શરૂઆત દોહા ડાયમંડ લીગથી કરી હતી. તેણે દોહામાં રમાયેલી ડાયમંડ લીગ સ્પર્ધા જીતી હતી. નીરજે સ્પર્ધામાં 88.67 મીટરનો રેકોર્ડ બનાવ્યો અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
GOLD STANDARD: Javelin king Neeraj Chopra continues non-stop
નોંધનીય છે કે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ જ્યુરિચમાં આયોજિત ડાયમંડ લીગમાં 89.63 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા નેધરલેન્ડ હોંગેલોમાં 4 જૂને ફેની બ્લેન્કર્સ-કોએન ગેમ્સમાં ભાગ લેશે. આ પછી 13 જૂને તે ફિનલેન્ડના તુર્કુમાં આયોજિત થનારી નૂરમી ગેમ્સનો ભાગ બનશે.
Neeraj Chopra Vows to Push Himself More in Upcoming Competitions
જૈવલિનમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપરા જૈવલિનમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. ત્યારથી તેનું શાનદાર પ્રદર્શન યથાવત છે. હવે આગામી રમતોમાં તેનું પ્રદર્શન જોવું રસપ્રદ રહેશે.
Tags :
Advertisement

.

×