Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાચવજો! વધુ એક એરપોર્ટ નિશાના પર, પોલીસે FIR નોંધી

મધ્યપ્રદેશના જબલપુર એરપોર્ટને બોમ્બથી ઉડવાની ધમકી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે FIR નોંધી DGCA તરફથી મળેલી જાણકારી અનુસાર FIR નોંધાઈ દેશના ઘણા બધા એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે હવે જબલપુરથી ડુમના એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી...
સાચવજો  વધુ એક એરપોર્ટ નિશાના પર  પોલીસે fir નોંધી
Advertisement
  1. મધ્યપ્રદેશના જબલપુર એરપોર્ટને બોમ્બથી ઉડવાની ધમકી
  2. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે FIR નોંધી
  3. DGCA તરફથી મળેલી જાણકારી અનુસાર FIR નોંધાઈ

દેશના ઘણા બધા એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે હવે જબલપુરથી ડુમના એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે. ડુમના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એરપોર્ટ ઓથોરિટી હેડકવાર્ટરને મેઈલ દ્વારા મોકલવામાં આવી હતી. આ પછી પ્રશાસન હરકતમાં આવ્યું હતું. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી મળેલી જાણકારી બાદ જબલપુર એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એક્શન લીધું હતું અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

એરપોર્ટ ઓથોરિટીએ FIR નોંધી...

એરપોર્ટ ઓથોરિટીની ફરિયાદ પર ખમરિયા પોલીસ સ્ટેશનમાં આ FIR નોંધવામાં આવી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ તપાસમાં વ્યસ્ત છે. DSP આકાંક્ષા ઉપાધ્યાયે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને અજાણ્યા આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે સુરક્ષા એજન્સીઓ આ બાબતને પ્રાથમિકતાના આધારે જોઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો : Wayanad : પ્રિયંકા ગાંધીએ પહેલીવાર કોઈ ચૂંટણી માટે નોંધાવી ઉમેદવારી

Advertisement

તપાસ દરમિયાન કંઈ ન મળ્યું...

ધમકી મળ્યા બાદ ડુમના એરપોર્ટ પરિસર અને અંદર તપાસ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાલમાં એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા જાળવી રહી છે અને વધારાની તકેદારી રાખી રહી છે. છેલ્લા 7 દિવસમાં દેશની વિવિધ એરલાઈન્સને લગભગ 90 બોમ્બની ધમકીઓ મળી છે. જેના કારણે હવાઈ સુરક્ષા એજન્સીઓ અને એરલાઈન્સ પર ભારે દબાણ સર્જાયું છે. આ ધમકીઓને કારણે, વિમાનોને શક્ય તેટલી વહેલી તકે લેન્ડ કરવામાં આવી રહ્યા છે અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે એરલાઇન્સને અત્યાર સુધીમાં લગભગ 427 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ પણ વાંચો : બોમ્બે હાઈકોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને આપી મોટી રાહત, આજીવન કેદની સજા નાબૂદ કરી

એરલાઈન્સને ભારે નુકસાન...

દરેક પ્લેનને ધમકી મળ્યા બાદ તેને સુરક્ષિત સ્થળે લેન્ડ કરવાનું હોય છે અને સુરક્ષા પ્રોટોકોલ મુજબ આખા પ્લેનની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફ્લાઇટ દીઠ રૂ. 2 થી 3 કરોડનો ખર્ચ થાય છે, જેના કારણે એરલાઇન્સને ભારે નાણાકીય નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીએ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ જાહેરાત

Tags :
Advertisement

.

×