Deesa ના અપક્ષ કોર્પોરેટર પુત્રની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ, મારે તો પૈસાથી મતબલ
- Deesa : અપક્ષ કોર્પોરેટરના પુત્ર ધવલ કેલાનો ખંડણીની માગ્યાની વધુ એક ઓડિયો ક્લિક થઈ વાયરલ
- Deesa : વાયરલ ઓડિયો ક્લિપમાં ચૂંટણીનો ખર્ચ કાઢી આપવાનું ધવલ કેલા જણાવી રહ્યા છે
- ધવલ કેલા કહી રહ્યા છે કે ગઈ ચૂંટણીમાં ચૂંટણીનો ખર્ચ કાઢ્યો હતો. મારે કોઈને લપેટામાં લેવા નથી મારે તો પૈસાથી મતલબ છે
- ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટ અને ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટ પાસેથી કરી રહ્યા છે ખંડણીની માંગણી
- નગરપાલિકાના સેનિટેશનના કર્મચારી દેવરામ માળી પાસે કેવડાઈને કરી રહ્યા છે ખંડણીની માં ગણી
Deesa : બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટરના પુત્રની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. આ પહેલા પણ કોર્પોરેટરના પુત્ર ધવલ કેલાનો 20 લાખ રૂપિયા માંગતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જોકે, તે પછી ધવલ કેલાએ ડિસાના પોલીસ સ્ટેશનમાં તે અંગે ફરિયાદ નોંધાવીને તેના વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવતું હોવાની વાત કહી હતી. તેમણે જણાવ્યું હતુ કે, આ એઆઈ દ્વારા બનાવવામાં આવી છે. આ વખતે 'મસ્ત-મસાલા' વાળી આ ક્લિપમાં ધવલ કેલા 'ચૂંટણીના ખર્ચા'ના નામે કોન્ટ્રાક્ટરોને પાસે પૈસાની માંગણી કરતાં હોવાનું સંભળાઈ રહ્યું છે.
આ વાયરલ ઓડિયો ક્લિપમાં ધવલ કેલા સ્પષ્ટપણે કહે છે, "ગઈ ચૂંટણીમાં ચૂંટણીનો ખર્ચ કાઢ્યો હતો. મારે કોઈને લપેટામાં લેવા નથી, મારે તો પૈસાથી જ મતલબ છે!" આ 'ફ્રેંક કન્ફેશન' સાંભળીને સ્થાનિક રાજકારણીઓથી લઈને કોન્ટ્રાક્ટરો સુધીનો એક નવો વિવાદ ઉભો થઈ ગયો છે. મુદ્દો એ છે કે નગરપાલિકાના મોટા-મોટા કોન્ટ્રાક્ટ, ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ અને ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટરો પાસે કડકી માંગવામાં આવતા નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પણ ખુલાસો થતો જોવા મળી રહ્યો છે. આ કોન્ટ્રાક્ટરો પાસેથી 'કમિશન' કાઢીને તેમના 'ચૂંટણી બજેટ'ને બેલેન્સ કરવાની 'સ્ટ્રેટેજી' જણાય છે.
આ પણ વાંચો- Ahmedabad-Vadodara Highway પર જાહેરમાં ફટાકડા ફોડતા વિવાદ
આ બધું તો એક તરફ પણ વાત વધુ મસાલેદાર ત્યારે થાય જ્યારે જાણવા મળે કે આ ખંડણીની 'લિસ્ટ'માં નગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારી દેવરામ માળી પણ છે! તેમને 'કેવડાઈ'ના નામે પૈસા વસૂલવાની ધમકી આપવામાં આવી છે. હવે આસપાસના ગામડાંઓમાં સુધી ઓડિયો ક્લિપ ફરતી થઈ ગઈ છે. શું ખરેખર 'આ રાજકીય રિવેન્જ છે કે પછી નવી પેટર્ન ઓફ એક્સટોર્શન છે?
પણ આ વાતનો ટ્વિસ્ટ તો ત્યારે આવે છે જ્યારે યાદ કરીએ કે આગલા મહિને જ ધવલ કેલાએ આ જ કોન્ટ્રાક્ટ્સમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપારિટી (RCM)માં કરી હતી. ફરિયાદ કર્યા પછી જ તેમણે આ જ કોન્ટ્રાક્ટરો પાસે ખંડણીની માંગ શરૂ કરી હોવાની માહિતી સામે આવી રહી છે 'ફર્સ્ટ કમ્પ્લેટ, નાઉ એક્સટોર્ટ!' જેવું કહેવું પણ ખોટું ગણાશે નહીં. આ વખતે તો ગઈકાલે પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેઓ 20 લાખની ખંડણીની માંગ કરી હોવાનું કથિત રીતે સામે આવી રહ્યું છે.
આ અંગે ધવલ કેલાએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું છે કે, "આ ઓડિયો ક્લિપ AIના માધ્યમથી બનાવવામાં આવી છે! હું આજે પણ બીજી એક ફરિયાદ આપવાનો છું, કારણ કે ક્યારેક મારા ખરાબ વીડિયો બનાવીને વાયરલ કરી શકે છે." આ અંગે RCM અને પોલીસ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત પ્રતિક્રિયા આવી નથી, પણ આ વાયરલ વાવાઝોડું ક્યારે શાંત થશે, તે તો સમય જ જણાવશે.
હવે વાયરલ ઓડિયો ક્લિપ સત્ય છે કે પછી ધવલ કેલા સાચું બોલી રહ્યો છે? આ એક યક્ષ પ્રશ્ન છે. આ અંગે તો હવે પોલીસ જ સત્યને ઉજાગર કરી શકે છે. શું ખરેખર કોન્ટ્રાક્ટરો કામમાં ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે અને તેની જાણ ધવલ કેલાને થતાં તેમને બ્લેકમેઇલ કરીને તેમના કાળા કરતૂતો બહાર પાડવાનું કહીને પૈસાની માંગણી કરી રહ્યો છે? કે પછી કોન્ટ્રાક્ટરો પોતાના ભ્રષ્ટાચારથી બચવા માટે પોતાના કાળા કામો બહાર ન આવી જાય તે ડરથી ધવલ કેલાને જ બનાવટી ઓડિયો ક્લિપ વાયરલ કરીને બ્લેકમેઈલ કરવાની સાથે-સાથે બદનામ કરી રહ્યાં છે.
આમ આ રમતમાં કોણ સાચું અને કોણ ખોટું તે સ્પષ્ટ રીતે કહી શકાય નહીં. આ અંગે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તો સત્ય સામે આવી શકે છે.
આ પણ વાંચો- અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, પિટ્સબર્ગમાં મોટેલના પાર્કિંગમાં રાકેશ પટેલને ગોળી મારી દીધી


