GST કૌભાંડનાં આરોપી Mahesh Langa વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, જાણો શું છે આખો મામલો અને આરોપ ?
- GST કૌભાંડનાં આરોપી મહેશ લાંગા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ (Mahesh Langa)
- 28 લાખની છેતરપિંડી મુદ્દે ફરિયાદ દાખલ કરાઈ
- સમગ્ર મામલે પોલીસ કમિશનર જી.એસ.મલિકનું નિવેદન
- DGGI ની રિપોર્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા!
GST કૌભાંડનાં આરોપી પત્રકાર મહેશ લાંગા (Mahesh Langa) વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મહેશ લાંગા વિરુદ્ધ રૂ. 28 લાખની છેતરપિંડી મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખુશી એન્ટરપ્રાઇઝનાં ડાયરેક્ટર પ્રણવ શાહની ફરિયાદ પર આ FIR દાખલ કરાઈ છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક મંગળવારે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.
પોલીસ કમિશનરનાં જણાવ્યા મુજબ, હાલમાં GST કૌભાંડમાં મહેશ લાંગા વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં તેના ઘરેથી 20 લાખ રૂપિયા મળી આવ્યા છે. મહેશ લાંગાના ફોન, લેપટોપ કબજે કરાયા છે. કામ કરવા માટે પૈસા લેતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. મહેશ લાંગા પોતાની પત્નીના નામે કંપની ઊભી કરીને ફેક બિલ બનાવતો હતો.
પત્રકાર મહેશ લંગા પર છેતરપિંડીનો વધુ એક આરોપ
પોલીસનાં જણાવ્યા મુજબ, લાંગાએ ફરિયાદીને હકારાત્મક મીડિયા કવરેજ આપવાનું વચન આપ્યું હતું. ફરિયાદીએ ફરિયાદમાં આરોપ કર્યો છે કે પત્રકારને ઓફિસ ખરીદવા માટે રૂ. 23 લાખ અને તેની પત્નીનાં જન્મદિવસની પાર્ટી માટે બેન્ક્વેટ હોલ માટે રૂ. 5,68,250 આપ્યા હતા. ફરિયાદમાં એવો પણ આરોપ કરાયો છે કે ત્યાર બાદ લાંગાએ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત, રાજકીય કનેક્શન અને મીડિયાની ધાક બતાવી તેણે કંપનીનાં માલિકને ધમકીઓ આપી હતી.
આ કેસમાં ED સહિત અનેક એજન્સીઓ દ્વારા તપાસ
પત્રકાર મહેશ લાંગા (Mahesh Langa) અને તેની નકલી કંપની સામેની આ તપાસમાં ED, GST ઈન્ટેલિજન્સ (DGGI) અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીઓ સામેલ છે. આ કેસમાં GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર જનરલની ફરિયાદ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે FIR નોંધી છે. આ એફઆઈઆર સંગઠિત ગુનેગારોનાં એક જૂથ સામે નોંધાઈ છે, જેઓ 200 શેલ કંપનીઓ (બોગસ કંપનીઓ) બનાવીને અને કોઈપણ સામાન અથવા સેવાઓની સપ્લાય કર્યાં વિના નકલી બિલો બનાવીને GST પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લેતા હતા.
અગાઉ, ડાયરેક્ટર જનરલ GST ઇન્ટેલિજન્સ (DGGI) ની રિપોર્ટ મુજબ, 7 ઓક્ટોબર, 2024 ના રોજ, નકલી કંપની ધ્રૂવી એન્ટરપ્રાઇઝ અને તેની સાથે સંકળાયેલી 12 અન્ય કંપનીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો - Ahmedabad : મહેશ લાંગા, આગમ શાહ, આબેદા અને ઉજેફ પત્રકારના સ્વાંગમાં ગુનેગાર
મહેશ લાંગા બીજી કંપની DA એન્ટરપ્રાઇઝ માટે લાવતો હતો બિઝનેસ!
ધ્રુવી એન્ટરપ્રાઈઝનો (Dhruvi Enterprises) ઉપયોગ મની લોન્ડરિંગ માટે થતો હતો, જેના દ્વારા નકલી બિલો બનાવવામાં આવતા હતા અને કમિશન લઈને હવાલા નેટવર્ક દ્વારા રોકડ ફરતી કરવામાં આવતી હતી. મહેશ લાંગા બીજી કંપની DA એન્ટરપ્રાઇઝીસ માટે બિઝનેસ લાવતો હતો. FY21 માં આ કંપનીનું ટર્નઓવર રૂ. 21 લાખ જેટલું હતું. પત્રકાર મહેશ લાંગાએ વર્ષ 2021 માં વિનુભાઈ પટેલનું નામ આ કંપનીમાંથી કાઢી નાખ્યું હતું. ત્યાર બાદ 9 ઓક્ટોબર, 2021ના રોજ, મહેશ લાંગાએ તેની પત્ની કવિતા લાંગાને કો-ઓનર બનાવી હતી. આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે મહેશ લાંગાનું કામ કંપની માટે બિઝનેસ લાવવાનું હતું, તેથી તેને નફામાં મહત્તમ હિસ્સો મળી શકે.
રસપ્રદ વાત એ છે કે, નાણાકીય વર્ષ 2023માં DA એન્ટરપ્રાઇઝનું (DA Enterprises) ટર્નઓવર વધીને રૂ. 6.7 કરોડ થયું હતું. અમદાવાદનાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગનાં દસ્તાવેજો અનુસાર, FY23 માં મહેશ લાંગાની આવક રૂ. 9.48 લાખ અને તેના પત્નીની આવક રૂ. 6 લાખ હતી.
બોગસ કંપની ધ્રૂવી એન્ટરપ્રાઈઝ સાથે સંબંધિત મામલો
પત્રકાર મહેશ લાંગાએ (Mahesh Langa) સરકારી તિજોરી સાથે છેતરપિંડી કરવાનાં ઉદ્દેશ્યથી નકલી બિલ ઊભા કરીને તેનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ અન્ય 220 શંકાસ્પદ શેલ કંપનીઓ બનાવવા માટે મોબાઇલ નંબર, પાન કાર્ડ વગેરે ઓળખપત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ભાવનગર, સુરત, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ વગેરે જિલ્લાઓ સહિત રાજ્યભરમાં કુલ 19 જેટલા સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જે હેઠળ અત્યાર સુધીમાં 29 કોમ્પ્યુટર, 38 મોબાઈલ, 7 લેપટોપ અને અનેક દસ્તાવેજો જપ્ત કરાયા છે અને તેઓને ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે. આ સાથે આગળની તપાસ પણ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Anand : દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું! એક સાથે કુટુંબી બે બાળકોનાં મોત
તપાસમાં જાણવા મળ્યું હતું કે, ધ્રૂવી એન્ટરપ્રાઈઝ (Dhruvi Enterprises) સંપૂર્ણરીતે બોગસ કંપની હતી, જે બોટાદ જિલ્લાનાં ખેત મજૂર હરેશ મકવાણાનાં ઓળખપત્ર અને નામનો ઉપયોગ કરીને રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. ધ્રૂવી એન્ટરપ્રાઈઝમાં કુલ રૂ.7.04 કરોડનાં છેતરપિંડીનાં વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, મહેશ લાંગા (Mahesh Langa જ DA એન્ટરપ્રાઇઝનો માલિક છે. આ કંપનીની ઓફિસમાંથી બિનહિસાબી રોકડ જપ્ત કરાઈ છે. કંપની અન્ય શેલ કંપનીઓ (બોગસ કંપનીઓ) દ્વારા બેનામી વ્યવહારો કરતી હતી. જો કે, આ મામલે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ વ્યવહારોની સત્યતા સાબિત થઈ શકી નહોતી.
પોલીસે અત્યાર સુધીમાં કુલ 139 નિવેદનો નોંધ્યા છે અને 17 આરોપીઓની ધરપકડ કરી
માહિતી મુજબ, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 139 નિવેદનો નોંધ્યા છે અને 17 આરોપીઓની ધરપકડ કરી છે. આમાં, એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ધ્રૂવી એન્ટરપ્રાઇઝની રચના કરી હતી, DA એન્ટરપ્રાઇઝ ((Mahesh Langa) 20 જુલાઇ, 2020 ના રોજ રજિસ્ટર્ડ થઈ હતી. તેની સહ-માલિકી મનોજ લાંગા (મહેશ લાંગાનાં પિતરાઈ ભાઈ અને સિક્યુરિટી ઓપરેટર) અને એક વિનુભાઈ પટેલની હતી, પરંતુ પત્રકાર મહેશ લાંગાએ વર્ષ 2021 માં આ કંપનીમાંથી વિનુ પટેલનું નામ કાઢી નાખ્યું હતું.
આ પણ વાંચો - કોંગ્રેસનાં પૂર્વ નેતા વિપક્ષ Paresh Dhanani ની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ!


