Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: મંડપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, મોટા નુકસાનની ભીતી!

Surat ના કતારગામ GIDC વિસ્તારમાં મંડપ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, જ્યાં લાકડા અને કાપડ જેવી જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ હતો. પ્રાથમિક કારણ પાછળના ઔદ્યોગિક વિસ્તારમાં કચરો બાળવાની પ્રવૃત્તિ હોવાનું મનાય છે. આ ગોડાઉન પાલિકાની પૂર્વ મંજૂરી વિના 7 વર્ષથી કાર્યરત હોવાથી, ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
surat  મંડપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ  મોટા નુકસાનની ભીતી
Advertisement
  • Surat માં વધુ એક આગની ઘટના
  • મંડપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
  • કતારગામ GIDC વિસ્તારનો બનાવ
  • ફાયરનો મોટો કાફલો ઘટનાસ્થળે

Fire Incident in Surat:સુરતમાં ફરીએવાર આગ લગાવાની ઘટના બની છે. કતારગામ GIDC વિસ્તારમાં મંડપ ગોડાઉનમાં ભીષણ આગ લાગવની ઘટના બની છે. આરોપ છે કે ગોડાઉન માલિકે પાલિકાની પૂર્વ મંજૂરી વિના જ ગોડાઉન ઉભુ કર્યું હતું.

સુરતમાં લગ્ન મંડપના ગોડાઉનમાં આગ લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસારઆ ગોડાઉનમાં લગ્ન પ્રસંગોમાં વપરાતી વસ્તુઓ જેમ કે લાકડાના માળખા, કાપડના પડદા, ડેકોરેશન મટીરીયલ અને અન્ય જ્વલનશીલ સામગ્રીઓનો મોટો જથ્થો સંગ્રહાયેલો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા.

Advertisement

આગ લાગવાનું કારણ

આગની ઘટના પાછળનું પ્રાથમિક કારણ  ગોડાઉનની પાછળના ઔદ્યોગિક વિસ્તારમાં કચરો બાળવાની પ્રવૃતિ થાય છે.  કચરો બાળવાની આ આગ ધીમે ધીમે મંડપ ગોડાઉન સુધી પહોંચી અને જ્વલનશીલ સામગ્રીના કારણે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ હોવાના જાણવા મળી રહ્યું છે.

Advertisement

Surat પાલિકાની કામગીરી સામે પણ ઉઠ્યા સવાલ

7 વર્ષથી એક ગેરકાયદેસર અને જોખમી માળખું શહેરી વિસ્તારમાં કાર્યરત હોવા છતાં સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગ દ્વારા કોઈ પગલાં કે તપાસ કરવામાં ન આવી તે એક મોટો પ્રશ્ન છે. આક્ષેપ છે કે નિયમિત ઇન્સ્પેક્શનના અભાવે આવી બેદરકારીઓ થઈ રહી છે.

આ પણ વાંચોઃ Surat : ખુલ્લી પાણીની ટાંકીએ છીનવી લીધો ત્રણ વર્ષના માસૂમનો જીવ

Tags :
Advertisement

.

×